SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ અચલગ દિશન ઓશવાળ શ્રેણી પણ નવાનગરના વતની હતા. પદાવલીમાં ઉલ્લેખ છે કે વહાણવટું એ એમનો મુખ્ય વ્યવસાય હતો. એક વખત દ્વારકાબંદરમાં વહાણનું લંગર ઉપાડતાં તેની સાથે શ્રી નેમિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા ખેંચાઈ આવી. એ પ્રતિમાને સ્થાપવા માટે તેણે નવાનગરમાં શિખરબદ્ધ જિનાલય બંધાવવાનો પ્રારંભ કર્યો, પરંતુ દેવગે શિખરબદ્ધ જિનાલય થઈ શક્યું નહીં. ધર્મમૂર્તિસૂરિને આ અંગે પૂછતાં તેમણે મહાકાલીદેવી દ્વારા જાણ્યું કે બલભદ્ર પૂજન માટે જીવંતસ્વામી શ્રી નેમિનાથજીની એ પ્રતિમા ઘરદેરાસરની વિધિથી પ્રતિષ્ઠિત કરી હતી. દ્વારકાને જલ-પ્રલયમાં વિનાશ થવાથી એ પ્રતિમા મહાસાગરમાં સમાઈ ગઈ હતી. સમુદ્રમાં સુસ્થિતદેવે તેનું પૂજન કર્યું હતું ઈત્યાદિ. આથી ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી મુકસિંહશાહે ઘરદેરાસર બંધાવી તે પ્રભાવક પ્રતિમાને સં. ૧૬૪૮ ના મહા સુદી ૫ ને દિવસે મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠિત કરી. તે સમયે મુહણસિંહશાહે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. શ્રેષ્ઠી નાગજી ૧૮૯૪. ખંભાતના એશવાળ, રાજમાન્ય શ્રેષ્ઠી નાગજી વિશે અનેક ગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે. સ્થાનસાગરે એમના આગ્રહથી સં. ૧૬૮૫ ના આ વદિ ૫ ને મંગળવારે ખંભાતમાં અગડદા રાસ” રો. જુઓ વડવ્યવહારી જાણુઈ, ભૂપ દીઈ જસ માંન; સા વસ્થા સુત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન. દઢ સમક્તિ નિત ચિત્ત ધરઈ સારઈજિણવર સેવ; ભક્તિ કરઈ સાતમી તણું, કુમતિ તણું નહીં ટેવ. રૂપવંત સેહઈ સદા સુંદર સુત અભિરામ; સલ કલા ગુણ આગરૂ, સોઈ જિજ્યો કામ. સાવસ્થાના પુત્ર નાગજીને સુંદરજી નામે પુત્ર હતો, એમ જણાય છે. ૧૮૫. દેવસાગરજીએ લખેલ અતિહાસિક પત્રમાં નાગજી વિશે ઘણું કહેવાયું છે. પત્રલેખક કલ્યાણસાગરસૂરિને પત્રમાં જણાવે છે કે-નાગજીશાહ નિગ્રહાનપ્રહ કાર્યમાં સમર્થ, આઠ કર્મક્ષય માટે ઉદિત માર્ગમાં આસક્ત, ઉત્તમ ન્યાયવંત, શ્રેષ્ઠ ગુણવંત અને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમલને ઉત્તમ ભક્ત છે. તે જિનો જવાદિ વિચારને જાણ, બીજાની સંપત્તિ ન ઈચછનારે, બધે ઉત્તમ પ્રતિજ્ઞાથી પ્રસિદ્ધ શ્રદ્ધાળપણુથી દાનાદિના હિત વચનવાળે તથા જૈનધર્મના રસને જાણું છે. ન્યાયપાજિત અનર્ગલ ધનવાળા, અરિહંત ભક્ત નાગજી શાહે અવસરે ખંભાતમાં ગચ્છનાયકને બોલાવીને રાજહંસથી માંડી સર્વ જીવોનું સદા રક્ષણ કર્યું છે. નાગજશાહ રાજમાન્ય, પોતાની વચનકલાથી સૌને આનંદ કરનાર, માનનીય વચનવાળા, ઉચ્ચ ગુણોથી ઉજજવલ અને લોકોને શાંતિ આપનાર હતો. ” ૧૯. પત્રમાં નાગજીશાહનાં કાર્યો વિશે પણ ઉલ્લેખ છે. સં. ૧૬૭૭ના પર્યુષણ પર્વ વખતે અક્રમ તપ કરનાર અઢીસો શ્રાવકને નાગજીશાહે સૌને ધોતીયું આપીને પારણું કરાવ્યું, પૌષધધારી છસો શ્રાવિકાને શ્રદ્ધાળુ રૂડીબાઈએ પારણું કરાવ્યું. ૧૮૮૭. “ખંભાતમાં જિનશાસનની ઉન્નતિ કરનાર શ્રેણી નાગજી હતા, જેણે ત્યાંનાં આભૂષણરૂપ ઉત્તુંગ જિનમંદિર અને ધર્મમૂર્તિસૂરિને સ્તુપ કરાવ્યાં, જે સંઘરૂપી સમુદ્રમાં ચિન્તામણું રત્નની જેમ નિરંતર શોભે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy