SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ અંચલગચ્છ દિગ્દર્શન નિર્માણ થયું. ૩૨ નાટારંભ કરતી પુતલિયો, ૧ નેમિનાથ ચેરી, ૨૬ કુંભિ, ૯૬ સ્તંભ ચૌમુખને નીચે તથા ૭૨ સ્તંભ ઉપરવતી થયા. આ પ્રમાણે નાગપક્વ મંડપવાળા લક્ષ્મીતિલક પ્રાસાદમાં શ્રી શાંતિનાથ મૂળનાયક સ્થાપિત કર્યા. દ્વારા ઉભય પક્ષમાં હાથી સુશોભિત કર્યા. આબૂના વિમલપ્રાસાદની જેમ નતનપુરમાં રાજડ શાહે યશપાર્જિત કર્યો. આ લક્ષ્મીતિલક પ્રાસાદમાં ત્રણ મંડપ અને પાંચ ચૌમુખ થયાં. ડાબી બાજુએ સહસ્ત્રફણા પાર્શ્વનાથ, જમણી બાજુએ સંભવનાથ (૨ પ્રતિમા, અન્ય યુક્ત), ઉત્તર દિશાની મય દહેરીમાં શાંતિનાથ, દક્ષિણ દિશાના ભેંયરામાં અનેક જિનબિંબ તથા પશ્ચિમ દિશાના ચૌમુખમાં અનેક પ્રતિમાઓ તથા પૂર્વ તરફ એક ચૌમુખ તથા આગળ વિસ્તૃત નલિની જેરી શત્રુંજયની જેમ ૩૨ પૂતલિઓ સ્થાપિત કરી. ત્રણ તળ તેરણયુકત આ જિનાલય નાગનયર-નૌતનપુરમાં બને . અન્ય જે મંદિર બનાવ્યાં તેનું હવે વિવરણ કરવામાં આવે છે.” ૧૮૪૨. “ભલશારણિ ગામમાં ફૂલઝરી નદીના પાસે જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બનાવી. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ રાજડે યશ સ્થાપિત કર્યો. વાસુદેવ કૃષ્ણને પ્રાસાદ મેસશિખર સાથે સ્પર્ધા કરતો હતો. યાદવવંશી રાજકુમાર વિભોજી (ભાર્યા કનકાવતી તથા પુત્ર જીવણજી – મણિરામણ) સહિતના ભાવથી એ કાર્યો થયાં. કાંડાબાણ પાવાણુથી શિખર તથા પાસે ઉપાશ્રય બનાવ્યા. કાલાવાડમાં યતિ–આશ્રમ–ઉપાશ્રય બનાવ્યો. માંટામાં શિખર કર્યો અને પંચધાર ભોજનથી ભૂપેન્દ્રને જમાડ્યા. બસ ગોઠી જેઓ મૂઢ હતા તેઓ સત્તાની શ્રાવક થયા. કાંડાબાણી પાષાણથી એક પૌષધશાળા બનાવી. કચ્છ દેશમાં ઓશવાળોનાં માઠા સ્થાનમાં એક રાજડ ચય છે અને ત્યાં ઘણે પ્રસિદ્ધ મહિમા છે.' ૧૮૪૩. “નાગનયરની ઉત્તર દિશામાં અન્ન–પાણીની પરબ બોલી. કચ્છના માર્ગમાં બેડી તટ સ્થાનમાં પથિકોને માટે વિશ્રામગૃહ કરાવ્યો. અને પાસે જ હનુમંત દહેરી બનાવી. નામ નદીની પૂર્વની બાજુ અનેક સ્તંભોયુક્ત એક ચોરે બનાવ્યો, જેની શીતળ છાયામાં શીત અને તાપથી વ્યાકુળ માણસો આવીને બેસે છે. નવાનગરમાં રાજડે વિધિપક્ષને ઉપાશ્રય બનાવ્યો. સો દ્વારવાળી વસ્તુપાલની પૌષધશાળા જેવી રાજડની અંચલગચ્છ પરશાળ હતી. ધારાગિરની પાસે તથા અન્યત્ર એમણે વખારે કરી. કાઠવાણિ પાષાણનું સપ્તભૂમિ મંદિર સુશોભિત હતું, જેની સં. ૧૬૭૫ માં રાજ! બિંબ પ્રતિષ્ટા કરાવી. જામસાહેબે એમને ઘણો આદર કર્યો. સં. ૧૬૮૭ ના દુષ્કાળમાં ગરીબોને રોટી તથા ૫ કળસી અન્ન પ્રતિદિન આપતા રહ્યા. વણિકવર્ગ જે કોઈ પણ આવે તેને રવજનની જેમ સાદર ભોજન કરાવવામાં આવતું હતું. આ દુષ્કાળમાં જગડૂશાહની જેમ રાજડે પણ અન્નસત્ર બોલ્યાં અને પુણ્યકાર્યો કર્યા.' ૧૮૪૪. “હવે રાજડના મનમાં શત્રુ ય યાત્રાની ભાવના થઈ અને સંઘ કાઢ્યો. શત્રુજય આવીને પ્રચુર દ્રવ્યય કર્યો. ભોજન અને સાકરના પાણીની વ્યવસ્થા કરી. શ્રી આદિનાથ પ્રભુ અને બાવન જિનાલયની પૂજા કરી લલિત સરેવર જે. પહાડ પર સ્થળે સ્થળે જિનવંદન કરતાં નેમિનાથ, મરુદેવી માતા, રાયણ પગલી, શાંતિનાથ પ્રાસાદ, અદબદ આદિનાથ, વિનવિનાશક યક્ષસ્થાનમાં ફળ નાળિયેર ભેટ ધર્યા. મુનિવર કારીકુંડ (?), મોલાવસહી, ચતુર્વિશતિ જિનાલય, અનુપમદેસર, વસ્તગ પ્રાસાદ આદિ સ્થાનોમાં ચત્યવંદના કરી. ખરતર દહેરું, આદિનાથ, ઘડાચોકી, સિંહકાર આદિ સ્થાનને નીરખતાં વસ્તુપાલ દહેરી, નંદીશ્વર જિનાલય થઈને તિલખા તોરણ-ભરતેશ્વર કારિત આદિ જિનાલયનાં દ્વાર પાસે આવ્યા. ડાબી બાજુ સારા મહાવીર, વિહરમાન પાંચ પાંડવ, અષ્ટાપદ, ૭૨ જિનાલય, મુનિસુવ્રત અને પંડરીકસ્વામીને વંદના કરી મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રક્ષાલ-વિલેપનાદિથી વિધિવત પૂજા કરી. પછી નવાનગરમાં આવીને સાતે ક્ષેત્રોમાં દ્રવ્યવ્યય કર્યો,” Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy