________________
અંચલગચ્છ દિગ્દર્શન
લઈ તેણે સં. ૧૬૪૨ ના વૈશાખ સુદી ૩ ના દિને ધવલકપુરમાં દીક્ષા લીધી. ગુરુએ તેનું શુભસાગર નામ રાખ્યું. ત્યાંના નાગોગેત્રીય માણિક નામના ધનવાન શેઠે પાંચ હજાર ટંક ખરચી દીક્ષા મહોત્સવ કર્યો. સં. ૧૬૪૪ ના માહ સુદી ૫ ના દિને પાલીતાણામાં વડી દીક્ષા આપી તેમનું કલ્યાણસાગર નામ રાખવામાં આવ્યું. સંવત ૧૬૪૯ ના વૈશાખ સુદી ૩ ના દિને અમદાવાદમાં તેમને આચાર્યપદ-સ્થિત કરવામાં આવ્યા. તે પ્રસંગે કાંટિયા ગોત્રીય ઝવેરી મંગલસિંહે દશ હજાર દમ ખરચીને ઉત્સવ કર્યો.
૧૬૦૩. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી તથા કલ્યાણસાગરસૂરિ રાસના વર્ણન સંશોધનીય છે. કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં જ એમના અજ્ઞાત શિષ્ય “ગુરુસ્તુતિ” રચી તેમાં એમના જીવનસંબંધક પ્રમાણભૂત હકીકતો મળી રહે છે, જે સ્વીકાર્ય છે. જુઓ–
સોલ બયાલહ ફગુણિ આદરી, સુદ્દે ચઉથમિ શનિવરિ સંયમ સિરિ; પુન્જ સિરિ ધમ્મમૂર્તાિઈ ધવલગપુરી, દીખીયાં સીસ સિરતાજ જાણું કરી. નિમ્મલ ભઈ વિદુ સદ્ તક સાહિચ્યા, તત વિચાર આચાર ગમ આઈચ્છા; પુંડરગિરિ ગુરઈ ઝાણુ જિસુઈ ઝાઈયે, સુયણ સઉણ ગણુઈ સીસ ગુણી પાઈઓ. ૫ દીવ બિંદાયિ મંતિ ગોવિંદ ભો, તેણુ અહમ્મદપુર મંડિય ઉછવ સુભો; વિત્ત વિબહપુરઈ જલદ સમ વરસ, જાણ જણ ઘણુ વિહિભય મણ રસે. સંવત સોલયે ગણુ પંચાસ, સુદ્ છÉયિ રવિવારિ માહ માસ; સૂરિ સિરિ ધરમમૂરતિય અપર્યા, કલપ અંકુર ઈવ વોહવીય વપર્યા. વજયે તુર ધણ તરલ કંસાલયે, જય જય ઘોસિય ઘેસ તિય આલયે; સબલ પરતાપિ જગિદીપઈ અરયમા, જલહિગંભીર ગુણનિરુ મજસખિમા. ૮ સીલ જંબૂવર ગોયમ દ્ધિધરા, સરસ રસ વણિ કરી છપિય સક્કરા; સવ છવાય મણ કેસ કારગ પરા, જય પુમ જુગણ મંગલકરા. નિજિયા જેણિ કુમ્માણિ કુભાઈ જણ, જેમ સુણી ઉણુ સદ્દલ સદમી ગુણ ગંગ કલેલગી પાવસમિ મૂરણો, ભગત ભવિયણ જિષ્ણુ આસ સંપૂરો. ૧૦ ઈર્ય જણ મણ મોહણ ગુણ મણિ રહણ, કલ્યાણસાગરસૂરિ રે; અંચલગચ્છ માસુરણમિય સુરાસુર, રંજિય મુનિ જવર સુંદર. ૧૧ વીર સહમ જબ્રહવ સિંજમૂ અણુક્રમિ પણસદ્ધિ પદધરો;
ધરમમૂરતિ સીસઈ વંદૂ નિસ દીસહ પ્રતાપઉ જાંભભહિરે. ૧૬ ૦૪. ઉપર્યુક્ત ગુરસ્તુતિ દ્વારા જાણી શકાય છે કે સં. ૧૬૪૨ ના ફાગણ સુદી ૪ ને શનિવારે કલ્યાણસાગરસૂરિ ધવલગપુરી–ધોળકામાં દીક્ષિત થયા, પુંડરગિરિ-શત્રુંજય પર જિનેશ્વર પ્રભુના ધ્યાન દ્વારા ગુરુએ તેમને સં. ૧૬૪૯ ના માહ સુદી ૬ ને રવિવારે અહમ્મદપુર-અમદાવાદમાં આચાર્યપદ સ્થિતિ ક્ય, જે અવસરે દીવના મંત્રી ગોવિંદે ઘણું ધન ખરચ્યું. એ પછી અંચલગચ્છના ૬૫ મા પદધર કલ્યાણસાગરસૂરિને મહિમા વિસ્તૃત પામ્યો, જે અંગે કાવ્યમાં સુંદર વર્ણન છે. આચાર્યને અભ્યાસ, તેમના ગુણે અને તેમની પ્રતિભાનું કવિએ સુંદર શબ્દચિત્ર રજૂ કર્યું છે. આ કૃતિ પ્રમાણભૂત હઈને તેની માહિતી વિશ્વસનીય છે. આ પ્રમાણુ પ્રકાશમાં આવતાં કલ્યાણસાગરસૂરિના જીવન વિષયક બ્રાન્ત વાત આપમેળે દૂર થશે અને સત્ય હકીકતો સ્વીકારાશે એમાં શંકા નથી. અમરસાગરસૂરિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com