SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ ર ૧૫૯૯. વઢિયાર દેશ અંતર્ગત લેલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતીય ઠારી વંશીય શ્રેણી નાગિની ભાય નામિલદેની કૂખે સં. સં. ૧૬૩૩ ના વૈશાખ સુદી ૬ના દિને એમને જન્મ થયો હતો. એમના પૂર્વાશ્રમનું નામ કેડનકુમાર હતું. ૧૬૦૦, પદાવલીમાં જણાવાયું છે કે ગર્ભાધાન વખતે માતાએ સ્વપ્નમાં ઉગતા સૂર્યને નીરખે. કુલગુરુ શ્રીધર ભટ્ટને સ્વપ્નનું રહસ્ય પૂછતાં તેણે પુત્ર જન્મનું ફળ સૂચવ્યું. તદનુસાર નામિલદેવીએ નવ માસ વિત્યે સં. ૧૬૩૩ ના આષાઢ સુદ ૨ ને ગુરૂવારે, આદ્રા નક્ષત્ર, સૂર્યાદિ ઘટી ૩૯, ૫-૫૦ કલાકે પ્રભાતે કેડનને જન્મ આપે. એ વખતે કેડનની સાતેક વર્ષની સામાદે નામની બહેન પણ હતી. કેનની જન્મકુંડલી પટ્ટાવલી ભાષાંતરમાં આપી છે, જે સંશોધનીય છે, વસ્તુતઃ એમને જન્મ વૈશાખ સુદી ૬ ના દિને થયો હતો, જે અંગેનું પ્રમાણ “ગુરુ સ્તુતિ દ્વારા આ પ્રમાણે મળે છે - સયલ સુહદાયગે મુસલવર મંદિર, પશુમીય પાસસિરિ ગઉડીય જિણવર, યુણિસિ સુસાહુ વિધિપક્ષ ગણ ગણધર, સૂરિ સિરિ તિલક કલ્યાણસાગર ગુરુ. દેસ વઢિયારહ લેલ પાટગ પુરે, વિવિહ વિવહારીય દાણ પુણ સુહ કરે; તત્ય સિરિયંસિ નાનિગ કુલિ દિયરે, સતીય સિરિ નારિ નામલદેવિ ઉરિધરે. પુત્ત જયંમિ તાય સંતુદ્ર, સોલ તેનીસ વિસાહ સુદી છયે વઢ઼યે ચંદ પરિ નામ કોણ વરે, સવ્વ શુભ ભણિઈ રૂવ પુર દરે. ૧૬૦૧. આશ્ચર્યની વાત એ છે કે પ્રમાણભૂત ગ્રંથો અંધકારમાં રહ્યા હેઈને કલ્યાણસાગરસૂરિ જેવા મહિમાવાન અને પ્રભાવક આચાર્યની જયંતી અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલી કથિત ભ્રાન્ત દિને ધામધૂમથી ઉજવાય છે. હકીકતમાં કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં જ એમના અજ્ઞાત શિષ્ય રચેલી “ગુરુસ્તુતિ' અત્યંત વિશ્વસનીય અતિહાસિક પ્રમાણ છે. ૧૬૦૨. પદાવલીમાં વિશેષમાં દીક્ષા અંગીકાર સંબંધમાં આ પ્રમાણે વર્ણન છે—કેડને પાંચ વર્ષને થયો. પિતા વ્યાપારાર્થે પરદેશ હતા તે વખતે ધર્મમૂર્તિ સૂરિ ત્યાં પધાર્યા. બાળક માતા સાથે ગુરુવંદનાર્થે ઉપાશ્રયે ગયો અને ગુના ખળામાં બેસી, તેમની મુહપત્તિ લઈ હસવા લાગ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. ગુરુએ બાળકના સામુદ્રિક લક્ષણે જોઈ વિચાર્યું કે બાળક માટે થઈને શાસનને ઉદ્યોત કરશે. એ વાત જણાવી તેમણે બાળકની માગણી કરી. નામિલદેએ તેના પતિના પરદેશગમન અને બાળક એકને એક પુત્ર છે એમ જણાવી અનિચ્છા વ્યક્ત કરી. બાળક નવ વર્ષ થયો ત્યારે આચાર્ય પુનઃ ત્યાં પધાર્યા. એમની ધર્મદેશના સાંભળી બાળકને વૈરાગ્ય ઉત્પન્ન થયે. સૌની અનમેદના Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy