SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અંચલગરછ દિન લક્ષ્મીસાગર ૧૫૪૮. ઉપા. વિનયમૂતિના શિષ્ય લક્ષ્મીસાગરે સં. ૧૬૪૨ ના માગશર સુદી ૮ ને સોમે “શારદીય નામમાલા ” ની પ્રત લખી. જુઓ પુપિકા: श्री अंचलगच्छे उपाध्याय श्री विनयमूर्ति तत् शिष्य मुनि लक्ष्मीसागर पठनार्थ वा परोपकारार्थ सं। १६४२ वर्षे मास मार्गशिर सुद ४ सौमे लिखिता ॥ સંયમમૂર્તિ ૧૫૪૯. ઉપ. વિનયમૂર્તાિના શિષ્ય સંયમમૂર્તિએ “૨૪ જિન સ્તવના” તથા સં. ૧૬ કર પહેલાં ઉદાઈ રાજષિ સંધિરચ્યાં. આ ગ્રંથકારે સં. ૧૫૯૭ માં “ ગજસુકુમાલ સંધિ” ની રચના પણ કરી. જુઓ : જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૪૬૨; ભા. ૭, પૃ. ૬૦૫. પુણ્યકુશલ ૧૫૫૦. ૫. વિજયહર્ષના શિષ્ય પુણ્યકુશલના પઠનાર્થે સં. કિક માં શ્રાવણ વદિ ૮ ને શુકે રત્નસિંહસૂરિ શિષ્ય કૃત “રત્નચૂડ રાસ' (સં. ૧૫૦૯) ની પ્રત પ્રભાસપાટણના રહેવાસી વોરા નાથાએ ગોઆણા ગામમાં રહીને લખી. જુઓ પુષ્પિકા : संवत १६६२ श्रा० वदि ८ भृगौ अञ्चलगच्छे पं. विजयहर्षशि० पुण्यकुशल पठनार्थ लि. गोआणामध्ये वुहरा नाथाकेन प्रभासे वास्तव्य ॥ સંયમસાગર ૧૫૫૧. મહ. રત્નસાગરના શિષ્ય સંયમસાગરે લાવણ્યસમયકૃત “સિદ્ધાંત ચોપાઈ ની પ્રત સં. ૧૬૬૨ ના ચૈત્ર સુદી ૮ ના દિને લખી એમ પુષ્પિકા દ્વારા જણાય છે. સૌભાગ્યસાગર ૧૫પર. સાદરીના પ્રાગ્વાટ જ્ઞાતીય ધન્નાશેઠના પુત્ર સમરસિંહ થયા. સં. ૧૬ ૬ ૬ માં ધર્મમૂતિ. સૂરિના ઉપદેશથી બસે માણસોના સંઘ સહિત તેમણે ત્યાંની પંચતીથી રાણકપુર, નાડોલ, નાજુલાઈ, વરકાણુ, ઘારા ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી અને તીર્થોદ્ધારનાં ઘણું કાર્યો કર્યા. ગચ્છનાયકના ઉપદેશથી તેમણે બાર વનો અંગીકાર કરી સાધમિક વ ઘાદિ કાર્યો કર્યા, શ્રી યુગાદિદેવની રૌખ્ય મૂર્તિ ભરાવી અને સં. ૧૬૬ ૬ ના વૈશાખ સુદી ૧૩ ના દિને મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ધર્મકાર્યોમાં શેષ ધન વાપરી તેમણે દીક્ષા લીધી અને તેમનું સૌભાગ્યસાગર નામ રાખવામાં આવ્યું. વૈશાખ વદિ ૯ ના દિને દીક્ષોત્સવ એમના ગુણસિંહ પ્રમુખ ત્રણ પુત્રોએ આડંબર પૂર્વક કર્યો. સૌભાગ્યસાગર એ પછી ગચ્છનાયક સાથે વિર્યા એમ પદાવલી દ્વારા પ્રતીત થાય છે. સાવી સમુદાય ૧૫૫૩. ધર્મમૂર્તિ મુરિના પદકાલ દરમિયાન સાધ્વી સમુદાયની બહુલતા પણ પ્રતીત થાય છે. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી ”ની પ્રશસ્તિમાં ૪૦ સાધ્વીના સમુદાય અંગે ઉલ્લેખ છે તે વિશે આપણે નિર્દેશ કરી ગયા છીએ. ગ્રંથપ્રશસ્તિઓ કે પ્રતપુપિકાઓમાંથી કેટલીક સાધ્વીઓ અંગે જાણી શકાય છે. ૧૫૫૪, ધર્મમૂર્તિરિના વિજય રાજ્યમાં મહોપાધ્યાય પુસ્થલબ્ધિ શિ. ઉપા. ભાનલબ્ધિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy