SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મમૂર્તિરિ ૩૭૫ ચાર્યા હતા. તેમને શિષ્ય પરિવાર વિપુલ હતો એમ એ કૃતિ દારા પ્રતીત થાય છે. સાઝાય એમની વિદ્યમાનતામાં રચાઈ હોઈને તેમનાં મૃત્યુનાં વર્ષ વિશે જાણી શકાતું નથી. પરંતુ સં ૧૬૬ ૩માં તેમની વિદ્યમાનતાનું પ્રમાણ નિખેત પ્રતિષ્ઠા લેખ પૂરું પાડે છે : संवत् १६६३ वर्षे वैशास्व सुदि ११ सोमे श्री श्रीमाल ज्ञातीय सा० खीमा सु० सार वजराज भार्या चुथा सुत रुपा सहितेन समस्त कुटुम्ब सहितेन श्री पू० श्री भावरत्नसूरि तरपट्टे श्री पू० तेजरत्नसूरिणामुपदेशेन श्री संभवनाथ विवं कारितं आत्मश्रेयाथै ॥ લગ્ન છે ! વિજયસેનસૂરિ ૧૫૨૯. વિજયસેનસૂરિ સં. ૧૬૭૦ માં વિદ્યમાન હોવાનું પ્રમાણ મૂર્તિ લેખ પૂરું પાડે છે. બુદ્ધિસાગરસૂરિએ એ લેખ આ પ્રમાણે નોંધે છે: सं० १६७० व० वै० सि० पंचम्यां वा० तेजवाई नाम्न्या श्री पार्श्वनाथबिंब प्र० યંત્રઢ છે શ્રી વિનસેનસૂરિ | જુઓ “ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ.” પુણ્યસામરસૂરિ ૧પ૩૦. પુણ્યસાગરસૂરિએ સં. ૧૬૫૨ના કાર્તિક સુદી ૧ને ગુરુવારે વિનયદેવસરિ કૃત “ઉત્તરા ધ્યયન-૩૬ અધ્યયન ગીત 'ની પ્રત લખી. જુઓ પુપિકા : श्री अंचलगच्छे आचार्य श्री पुण्यसागरसूरि...सं० १६५२ का शु० १ गुरौ लि० ॥ પં, ગજાભગણિ ૧૫૩૧. પં. ગજાભગણિએ સં. ૧૫૯માં ૮૪ કંડિકામાં “બારવ્રત ટીપ ચોપઈ રચી. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ પિતાનું નામ આ પ્રમાણે સૂચવે છે: “જન ગજપતિ લાભડ કહઈ.” ગ્રંથ રચના વર્ષ તથા ગુરુ વિશે તેઓ આ પ્રમાણે જણાવે છે : “પનર સત્તાણવઈ લધુ ભઈ, સુગુરુ પાસિ ગહિ ધમ્મ.” જુઓ : જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૬૩૦–૧. ૧૫૩૨. સં. ૧૬૧૦ લગભગમાં તેમણે સોહીમાં રહીને “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી” રચી. આ પદ્યકૃતિમાં અંચલગચ્છનું સમાચારી વિષયક મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. પહેલી ઢાળમાં કવિ જિનપ્રતિમા અને જિનપૂજા આગમ વિહિત છે એમ જણાવે છે. બીજીમાં કેદાર રાગમાં સાધુ શ્રાવકનાં ધર્મ બતાવે છે. દેવ-ગુરવંદન ઉત્તરાસંગથી કરવું, ઉપધાનમાં ભાલારોપણ નિષેધ, સાધુને દ્રવ્ય પૂજા ન હોય તથા સાધુ પ્રતિકા ન કરાવે, એ શ્રાવકને વિધિ છે વિગેરે કવિએ વર્ણવ્યું છે. શ્રાવકનું સામાયિક વ્રત જણાવી કવિએ પચવ સંબંધી ચર્ચા કરી છે. ઢાલ ૪, રાગ ધન્યાસીમાં ૧૩–૧૪ તથા ૫ ના દિને પર્યુષણ પર્વ કાલકસૂરિએ કારણવશાત્ કર્યું એવું વિધાન છે. હવે કારણ નથી વગેરે જણાવી કવિ કહે છે-“મુઝ મને મત નથી કદાગ્રહ, જિણ આજ્ઞા કરે દાસ રે.” ૧૫૩૩. કૃતિને અંતે કવિ અંચલગચ્છની સાત શાખાઓનાં નામ આ પ્રમાણે આપે છે: જય કીતિ વરધન લાભ સુંદર ચંદ નંદ સૂવલભા, સાત શાખા લાભ કેરી સાંભલજો તમે મુનિવરા. એ પછી કિફાર વિશે આ પ્રમાણે નોંધ છે : “પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મસિરિ સાંનિએ ક્રિયા ઉદ્ધાર કર્યો તે છે શિષ્ય પર ચાલીસ સાધ્વી સાથે સર્વે કાણાં ૯૨ ના ગુરુ યા તેહને Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy