SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ અચલગચ્છ દિગ્દર્શન ૧૨૮૩. સં. ૧૫૬ના વૈશાખ માસમાં માંડલના સંઘે ભાવસાગરજીને આનંદપૂર્વક ગણેશપદે અલંકૃત કર્યા. ભાવસાગર સ્તુતિમાં પદમહોત્સવ સંબંધક આ પ્રમાણે વર્ણન છે તો તે રમણ રંગેણું ચુવિહ સંવેણ દાવિઆ ગુણે, . મંડલિ નયરે સદિયમવચ્છરે માસિ વ્યસાહે. બધા પ્રમાણે આ અંગે સંમત છે. શક્ય છે કે ભાવસાગરજીને આચાર્યપદ અને ગઝેશપદ એકી સાથે જ પ્રાપ્ત થયાં હશે. ગુરુપદાવલીમાં ભમરી માણેકને પણ આ વિધાન અભિપ્રેત છે. હી. હં. લાલન ભદગ્રંથને આધારે “જૈન ગૌત્ર સંગ્રહ” પૃ. ૧૦૬–૭ માં વિશેષમાં નોંધે છે કે સં. ૧૫૬૦ માં વૈશાખ સુદી ૩ ને દિવસે માંડલના રહીશ વાધા અને હરખચંદે ભાવસાગરજીના સૂરિપદ મહોત્સવમાં પચાસ હજાર દ્રવ્ય ખરચ્યું હતું. એ શ્રાવકોએ એ દિવસે ભાવસાગરસૂરિના ઉપદેશથી માંડલમાં શ્રી શીતલનાથ બિંબની પ્રતિષ્ઠા કરાવેલી જેનો પ્રતિકાલેખ આ પ્રમાણે મળે છે – सं० १५६० वर्षे वैशाख शुदि ३ बुधे श्री श्रीवंशे मं० हरपति भा० रतनू पु० म० वाधासुश्रावकेण भा० वहाली पु० म० श्री श्रीराज श्रीवंत सहिंतेन स्वश्रेयसे श्री अंचल गच्छे श्री भावसागरसूरीणामुपदेशेन श्री शीतलनाथ विवं का० प्र० श्रीसंघेन मंडलीनगरे॥ આ ઉકીર્ણિત લેખના પ્રમાણથી પણ ભાવસાગરસૂરિના ગચ્છશપદનો દિવસ નક્કી થઈ શકે છે. * ૧૨૮૪. એ પછીની ભાવસાગરસૂરિની ઉર્ધ્વગામી જીવનચર્યાનું વર્ણન ભાવસાગર સ્તુતિમાં સુંદર રીતે આલેખાયું છે – પહોદય ગિરિ રવિણ ગણવઈ સિદ્ધતસાગર ગુસણું, વિહરતિ ભાવસાયર ગુરુ સુર સૂરિ સંમ સેવા. અઈ સઈ રાસિં તેસિં ક હમ વિ સક્કો ન વણિઉં સક્કો, ગુડી પાસે જહા પએ એ કુણઈ સાહજજે. પચ્ચે પણ મણગમં ચ સમયાતીય ચ જાણંતિ જે, જેહિં ઝાણુ બલેણ કદ પડિયા હુડ્ડાવિયા સાયા; જેસિં કિત્તિ ભરેય નિષ્ણરય ભૂમિયલે વિત્થરઈ તે વંદે ગુરુ ભાવસાયર વરે સૂરીસરે સāયા. જેસિં ઝાણ બલેણ પુરૂ પાડવું પામંતિ વંઝા અવિ, જેસિં પાણિયલે વસંતિ સલા લદ્દીય સિદ્ધી સયા; જેસિં પાય રય ૫સાય વસઓ લચ્છી વિલાસી હવઈ તે વંદે વર ભાવસાગર ગુરુ સૂરીણ ચૂડામણી. ૧૨૮૫. અર્થાત્ સિદ્ધાંતસાગર ગુરુના પાટરૂપી ઉદયાચલ માટે સૂર્ય સમાન, આચાર્યની શોભાવાળા ગ૭પતિ ભાવસાગરસૂરિ વિચરે છે. તેમનો અતિશયનો સમૂહ કહેવાનું કે વર્ણવવાને માટે કઈ રીતે શક્તિમાન નથી, તેમને પગલે પગલે ગોડી પાર્શ્વનાથ સહાય કરે છે. મનમાં પ્રાપ્ત થયેલી બુદ્ધિવડે જે આત્માઓ સમયાતીતને જાણે છે અને જેમના ધ્યાનબળથી કચ્છમાં પડેલા ઘણું શ્રાવકે વિમુક્ત થયા છે, જેમની કીતિનો ભાર પૃથ્વીતળમાં વિસ્તાર પામે છે, તે ગુરુ ભાવસાગરસૂરીશ્વરને હું સર્વદા વંદન કરું છું. જેમના ધ્યાનબળથી વાંઝણું પણ પુત્રના સમૂહને પામે છે, જેમનાં હસ્તકમળમાં સર્વદા લબ્ધિ અને Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy