________________
ર૦૪
અંચલગચ૭ દિગ્દર્શને 291 to 303) by B. C. Bhattacharya, તથા દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતાને વાર
ઔર નિર્મને રિા-૩પતિના' નામને લેખ, “' ફારિત . પૃ. ૫૪૯ માં કત્તા જણાવે છે કે “રવર્તી રહ્યું વિદ્યાલૂ માને નાતે હૈં' તેમ માનવાની કોઈ જરૂર નથી. વાસ્તવિક રીતે આ સેને વિદ્યાદેવીઓ જુદી જુદી વિદ્યાઓની અધિષ્ઠાયિકા દેવીઓ છે, અને તે સોળેના જુદા જુદા મંત્ર છે.
૧૧૭૮. સારાભાઈ નવાબ મહાકાલીનાં ચિત્રો પરિચય આ પ્રમાણે કરાવે છે: “અતિશય શ્યામવર્ણવાળી તથા શત્રુઓને મહાકાળ (મહા ભયંકર) જેવી હોવાથી મહાકાલી; પ્રતનાં પાના ૮૪ ઉપરથી, ચિત્રનું કદ ૨ x ૨૩ ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણુ હાથમાં અંકુશ અને ડાબા હાથમાં ઘંટા તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમ બીજેરાનું ફલ; શરીરને વર્ણ કાળે; મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી ગુલાબી રંગની; વચ્ચે આઠ પાંખડીનાં કલની ભાતવાળું લાલ રંગનું ઉત્તરીય વસ્ત્ર; પુરુષનાં વાહન ઉપર: ભદ્રાસને બેઠક; આ મહાકાલી દેવીની માન્યતા હિન્દુ ધર્મીઓમાં વિશેષ હોવાથી તેની જુદી જુદી જાતની અને જુદાં જુદાં સ્વરૂપવાળી મતિઓ હિન્દુ દેવળોમાં બહુ મોટી સંખ્યામાં મળી આવે છે.”
૧૧૭૯. શોભન મુનિ વિરચિત “સ્તુતિચતુર્વિશતિકામાં મહાકાલદેવીના વિજયને ક આ પ્રમાણે છે –
धृतपविफलाक्षालीघण्टेः करैः कृतबोधित
प्रजयति महाकालीमाधिपङ्कजराजिभिः । निजतनुलतामध्यासीनां दधत्यपरिक्षतां
प्रजयति महाकाली माधिपं कजराजिभिः ॥४४॥ ૧૧૮. અર્થાત “કમલન સમાન શોભાયમાન એવા, તેમજ વળી ધારણ કર્યા છે વજ, ફલ, જપમાલા અને ઘટ જેને વિષે એવા (ચાર) હસ્તો વડે (ઉપલક્ષિત) એવી, તથા (સચ્ચારિત્રના ઉપદેશ વડે) [ અથવા ઉપર્યુક્ત હતો વડે ] બાધ પમાડ્યો છે પ્રજાને જેઓએ એવા મુનિઓના સત્કાર [ અથવા મહોત્સવો] કર્યા છે જેણે એવી, તેમજ વળી (૧) શ્યામવર્ણ, (૨) શારીરિક તથા માનસિક પીડા, (કમ રૂપી) કાદવ, વૃદ્ધાવસ્થા અને સંગ્રામથી નહિ દૂષિત થયેલી અને (૩) માનવ–પતિના ઉપર બેસનારી–આરોહણ કરનારી (અર્થાત્ આ ત્રણ વિશેષણથી વિશિષ્ટ) એવી પોતાની દેહરૂપી લતાને ધારણ કરનારી એવી મહાકાલી (દેવી) દુશ્મને ઉપર વિજય મેળવ્યો હેવાથી) પ્રકણ જયવંતી વર્તે છે.”
૧૧૮૧. મહાકાલીદેવીનાં સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરતાં પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડિયા ઉક્ત ગ્રંથનાં સંપાદનમાં જણાવે છે કે–અતિશય શ્યામવર્ણ અને શત્રુઓને મહાકાળ રૂપ એવી જે દેવી તે મહાકાલી એમ એનાં નામ ઉપરથી સૂચિત થાય છે. આ પણ એક વિદ્યાદેવી છે. એને ચાર હાથ છે. તે એક હાથમાં જપમાલા, બીજ હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘટ અને ચોથા હાથમાં વધુ રાખે છે. એને માનવનું વાહન છે, આ સંબંધમાં જુઓ બપભદિસરિ કૃત ચતુર્વિશતિકા (પૃ. ૭૦-૮૦). ૧૧૮૨. આ હકીક્તના ઉપસંહાર રૂપ નિમ્નલિખિત ગ્લૅક વિચારવા જેવો છે.
नरवाहनाशशधरोपलोज्ज्वला रुचिराक्षसूत्रफलविस्फुरत्करा ।
शुभघण्टिकापविवरेण्यधारिणी भुविकालिकाशुभकरा महापरा ॥ ૧૧૮૩. “નિર્વાણુ કલિકામાં પણ આ વિદ્યાદેવી વિશે ઉલ્લેખ છે પરંતુ વર્ણ અને વાહન સિવાયની હકીકતમાં ભિન્નતા જણાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com