________________
શ્રી જયકેસરીરિ
२७३ पु० मंत्रीवर हाथी सुश्रावकेण भायो नाथी सा० हांसा कीका मुख्यकुटुंबयुतेन श्री अंचलगच्छेश श्री भावसागरसूरिणामुपदेशेन श्री आदिनाथविम्बं कारितं प्र० चम्पकपुरे श्री ॥
૧૧૭૪. સં. ૧૫૩૯ ના દુકાળમાં મહમૂદ બેગડાના સરદાર મલિક આસદે ચાંપાનેરના પ્રદેશમાં લૂંટ કરી હતી. જયસિંહદેવે તેને હરાવી મારી નાખ્યો હતો. બેગડાએ તેનું વેર લેવા વડોદરે ફેજ મોકલી હતી. જયસિંહદેવે માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી હતી. બેગડો દાહોદ આવ્યો કે માળવાનો સુલતાન પાછો ફર્યો હતો. રાજાએ દૂત મોકલી માફી માગી પરંતુ બેગડાએ તેનો અસ્વીકાર કર્યો. ૨૦ માસ સુધી ઘેરે ચાલ્યો–આંગ્લ તવારીખ અનુસાર સન ૧૪૮૩ ના એપ્રિલથી ૧૪૮૪ના ડિસેમ્બર સુધી. એ દરમિયાન ઘણી યુક્તિ પ્રયુક્તિઓ થઈ. જેસિંગદેવ અને તેના સાથીઓ વીરતાપૂર્વક લડ્યા. દિવાન ડુંગરશી ઘવાયો. અંતે કિલ્લે તૂટ્યો. બેગડાએ એ જ વર્ષમાં ચાંપાનેરમાં મસજદનો પાયો નાખ્યો અને ત્યાંને કિલે કબજે કર્યો. ઈલામ ધર્મ ન સ્વીકારતાં, ઘાયલ થયેલા જયસિંહદેવને મારી નાખવામાં આવ્યો. મુસલમાન થનાર રાવળના પુત્રને સફઉભુલ્કને હવાલે કરી મુસલમાની ધર્મ ભણાવ્યો તથા નિઝામ-ઉલ-મલકનો ખિતાબ આપી અમીર બનાવ્યો હતો. ચાંપાનેરને મહમૂદ બેગડાએ મહમૂદાબાદ નામ આપી રાજધાની રૂપે બનાવ્યું હતું અને તેમાં ઈરલામ સંસ્કૃતિનાં સ્થાપત્ય રચાવ્યાં હતાં.
૧૧૭૫. અંચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતરિએ પાવાગઢ ઉપર ઉગ્ર તપસ્યા કરી અને આ ભૂમિને પિતાની તપોભૂમિ બનાવી. અહીંથી જ પ્રેરણા મેળવી તેમણે આ ગચ્છની ઉઘણું કરી. એમના અનુગામી આચાર્યો માટે પણ આ ભૂમિ પ્રેરણાદાયક રહી. ત્યાંના રાજાએ પણ આ ગ૭ના આચાર્યોને સમાન આપતા રહ્યા. મહમૂદ બેગડાએ ચાંપાનેર સર કર્યું ત્યાં સુધીના છેલા રાજવી જયસિંહદેવ અથવા પતાઈ રાવળની રાજસભામાં અંચલગચ્છનાયક જયકેસરીસૂરિ રાજ્યમાન્ય હતા. જયસિંહદેવના રાજ્યકાલમાં પાવાગઢ મહાકાલીદેવીનું તીર્થધામ બની ચૂક્યું હતું, અને આ ગછે એ દેવીને પોતાની અધિષ્ઠાયિકા તરીકે સ્વીકારી લીધી હતી. આ દષ્ટિએ અંચલગચ્છની સ્થાપનાથી માંડીને આજ દિવસ સુધી પાવાગઢ આ ગ૭ના અનુયાયીઓ માટે પ્રેરણા અને ભક્તિનાં અનન્ય ધામ સમું રહ્યું અને રહેશે. મહાકાલીદેવીનું સ્વરૂપ,
૧૧૭૬. પાવાગઢ મહાકાલીદેવીનાં તીર્થધામ તરીકે આ અરસામાં વિશેષ પ્રસિદ્ધ થયું. મહાકાલીદેવીનાં સ્વરૂપનું વર્ણન પણ જૈન સાહિત્યના આધારે અહીં દર્શાવવું અભીષ્ટ છે. મહાકાલીદેવી જેનદેવીછે અને અચલગચ્છાધિષ્ઠાયિકા છે તે વિશે આપણે આગળ વિસ્તારથી વિચારી ગયા છીએ. એ સાથે મહાકાલીદેવીનાં સ્વરૂપનું કિંચિત વર્ણન પણ આપણે કરી ગયા છીએ. દેવીનાં સ્વરૂપનું વર્ણન કંઈક અંશે દરેક શતાબ્દીમાં ફેરફારવાળું મળી આવે છે.
૧૧છ૭. “જન ચિત્ર કલ્પકમમાં સારાભાઈ નવાબે છાણી ભંડારની સં. ૧૨૧૮માં લખાયેલી ૨૨૭ પાનાંની તાડપત્રની હસ્તલિખિત પ્રતમાંથી સોળ વિદ્યાદેવીઓ અને યક્ષોનાં ૨૧ ચિત્રો રજૂ કર્યા છે. જેન મૂતિવિધાનશાસ્ત્ર (Iconography )ના અભ્યાસીઓ માટે આ પ્રત ઘણી જ મહત્વની છે. જેને મંત્રશાસ્ત્રમાં જાણીતી સોળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન ચિત્ર આ પ્રત સિવાય બીજો કોઈ પણ સ્થળે ઉપલબ્ધ નથી. જો કે દેલવાડાનાં વિમલવસહીનાં જિનમંદિરને રંગમંડપની છતમાં સફેદ આરસમાં બહુ જ બારીક રીતે કોતરેલી સોળ વિદ્યાદેવીઓની સ્થાપત્યમૂર્તિ પ્રાચીન છે, પરંતુ પહેરવેશે તથા આયુધોનો જેવો સુંદર ખ્યાલ આ ચિ આપે છે તે તે સ્થાપત્યમૂતિ ઓ આપવામાં સફળ નીવડી શકે તેમ નથી. આ ૧૬ વિદ્યાદેવીને કેટલાક તરફથી સરસ્વતીનાં સાળ જુદાં જુદાં સ્વરૂપ તરીકે કઢપવામાં આવે છે. ઉદાહરણાર્થે જુઓ The Goddess of Learning in Jainism (Page 1
૩૫
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com