________________
૦
અંચલગ૭ દિગ્દર્શન ૯૩૦. પઢાવલીના ઉલેખ ઉપરાંત ગ્રંથ પ્રશસ્તિઓમાંથી પણ જાણી શકાય છે કે તુંગભૂરિએ નાગર વણિકોને પ્રતિબોધ આપી શ્રાવકો કર્યા હતા. ઉદયસાગરસૂરિ કૃત “ ગુણવમં રાસ” તથા દર્શનસાગરજી કૃત “આદિનાથ રાસ ની ગ્રંથ પ્રશસ્તિઓમાં આ પ્રમાણે વર્ણન છે :
ગણનાયક મેનું ગરિસર, જસ મહિમા અત્યંત;
નાગર વાણિયા શ્રાવક કીધા, પ્રણમત સુર મુનિ સંત રે. હ૩૧. પદાવલીઓ, ગ્રંથપ્રશસ્તિઓ ઉપરાંત ઉત્કીર્ણિત લે પણ ઉક્ત હકીકતાને પુષ્ટિ આપે છે. ગુરૂ-બીકાનેરના શ્રી શાંતિનાથ જિનાલયની પંચતીથીન લેખ પરથી જાણી શકાય છે કે સં. ૧૪૬૯ ના ફાગણ વદિ ૨ શનિવારે નાગરજ્ઞાતીય અલિયાણ ગોત્રને શ્રેટી કર્મો અને તેની ભાર્યા ધાપૂના પુત્ર ડ્રગે પિતાના બ્રાતા સાંગાના શ્રેયાર્થે ડુિંગરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવીઃ
सं० १४६९ वर्षे फा० वदि २ शनी नागरक्षातीय अलियाणगौत्र श्रे० कर्मा भार्या धाणू सुत ड्रग भ्रात सांगा श्रेयसे श्री शांतिनाथबिंब का० प्र० अंचलगच्छ ना० भी
૯૩૨. તુંગમરિના શિષ્યોના ઉપદેશથી પણ નાગર વણિકોએ અનેક જિનબિંબો ભરાવ્યાં છે અને તેની પ્રતિષ્ઠા કરાવી છે, જે અંગેના પ્રમાણે ઉત્કીર્શિત લેખો પૂરા પાડે છે. નાગર વણિકોએ પ્રતિષ્ઠા કાર્યો કર્યાનું પ્રથમ ઉદાહરણ તે ઉપર્યુક્ત લેખ દ્વારા જ ઉપલબ્ધ બની રહે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નાગરોને જૈન ધર્માનુયાયી બનાવવામાં મેતુંગમૂરિને ડિસે ખૂબ જ ઉલ્લેખનીય રહ્યો છે. અનેક નૃપ પ્રતિબોધક મેજીંગસૂરિ, રાજ્યોમાં મંત્રીપદો ભાવતા મુત્સદ્દી નાગરોના પણ પ્રતિબોધક રહ્યા હતા. વડનગરના નાગરને પ્રતિબોધિત કરવાનો પ્રસંગ સં. ૧૪૬૯ પહેલાં બન્યું હશે એમ ઉત્કીર્ણિત લેખ દ્વારા સચિત થાય છે. જેસે જગદાતાર,
- ૯૩૩. ધર્મમૂર્તિ મુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે મેસતુંગમૂરિના શ્રાવકોમાં લાલણગોત્રીય વેલાજીના ભાગ્યવંત પુત્ર જેસાજી મુખ્ય હતા. મેતુંગરિ પારકરમાં વિહરતા ઉમરકેટમાં પધાર્યા ત્યારે આ કેમ્બ્રિજ શ્રેછીએ આચાર્યને મહત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો હતો. ઉદયસાગરસૂરિ “કલ્યાણસાગરસૂરિ રાસ માં જેસાજી સં. ૧૪૬૯ માં નગરપારકરમાં થયા હોવાનું કહે છે અને વિશેષમાં જણાવે છે કે લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કરીને મહાકાલીદેવી જેસાજીના ઘરમાં રહ્યાં હતાં એવા જેસાજી ભાગ્યવંત હતા. ઉક્ત રાસમાં કલ્યાણસાગરસૂરિ વર્ધમાનશાહને આ પ્રમાણે કહે છે–
પૂર્વે પણ તુમ સરિખા પૂર્વજ, નગર પારકરપુરમાં, સંવત ચૌદસો સાઠની સાલે, લાલણવશે ધુરમાં. જેસાજી નામે તે સોહે, ભાગવંત સરદાર; જેને ઘેર રહ્યાં મહાકાલી, નિશિ લખમરૂપ ધાર. શિખરબંધ ઉમરકેટ માંહે, જિનમંદિર સુવિશાલ બાંધ્યું મેરૂતુંગ ગુરુવરને, સુણી ઉપદેશ રસાલ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com