________________
૨૦૮
અંચલગચ્છ દિદન મહિમનિધિ મેરૂતુંગસૂરિ, વિષધર કીય વિમોચ;
વિમલાચલિ વિગતિંવલી ઉલ્લવીઓ ઉચ. ૫ ૯૨. ભીમશી માણેક ગુપટ્ટાવલીમાં ઉકન પ્રસંગ નોંધે છે પરંતુ સ્થળનો નિર્દેશ તેમાં નથી. અલબત્ત, સંઘના લોકેએ પાલીતાણું પત્ર લખી ખબર મંગાવી અને વાત સત્ય હોવાનું તેમણે જોયું એવો એમાં ઉલ્લેખ છે. અન્ય ગચ્છના આચાર્યોનાં જીવન વૃત્તમાં પણ આવા ચમત્કારિક પ્રસંગે જાણવા મળે છે. પ્રભાવક આચાર્યોનાં વ્યકિતત્વને દેવી સ્વરૂપ આપવા આવા પ્રસંગ નિરુપવામાં આવ્યા હોવા જોઈએ એ સ્પષ્ટ છે.
૯૨૧. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં મેતુંગસૂરિની બહેન ચંદ્રાને પ્રસંગ નેધતાં જણાવે છે કે ચંદ્રાએ મેતુંગરિને વંદન કરવાનો અભિગ્રહ લીધે, કિન્તુ ને અત્યંત દૂર હોવાથી આચાર્યને વંદન કરવાને પ્રસંગ તેને પ્રાપ્ત થતો નહોતો. એક વખતે દેવે કરેલા પ્રભાવવશથી બહેન મેરૂતુંગરને વંદીને ઘેર ગઈ. જુઓ :
દુરક્ષિાવિ ચંદા ગુરુભSણી વંદણત્યભિગ્રહિયા,
સુર કય પહાવ વસગા એચં વંદિ ઘર પત્તા. ૯૨૨. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં ગુરુના પ્રભાવને બીજો એક પ્રસંગ આ પ્રમાણે નેવે છે. એક વખતે તિમિરપુરમાં રાત્રિએ પ્રચંડ આગ લાગી. ઘણું જ નુકશાન થાય એમ હતું પરંતુ મેતુંગસૂરિએ ધ્યાન બળે એ પ્રચંડ આગને ઓલવી નાખી. આથી સર્વ લોકો સુખી થયા—
તિમિરપુરે રયણીએ લગા અગ્ની નિરર્ગેલા બહુલા,
ઝાણુ બેલે ઉહવિયા સલ્વે લેઓ સુહી જાઓ. ૯૨૩. લાવર્ણચંદ્ર વીરવંશાનુક્રમમાં પેસતુંગરિનાં જીવન વિશે નોંધે છે કે–ગણનાયક મેરૂતુંગસૂરિએ અષ્ટાંગ યોગ, સર્વ વિદ્યાઓ સમ્યગ પ્રકારે જાણે હતી અને સદૈવ પદ્માવતી અને ચક્રેશ્વરી દેવીઓ એમની પાસે આવતી હતી. શ્રી જીરાપલ્લી જિનેશ્વરના યક્ષની કૃપા વડે ઉત્પન્ન થયેલા પ્રભાવને સાંભળેલ હેવા છતાં બહસ્પતિ પણ કહેવાને અસમર્થ થાય તો પછી મારા જેવો મંદ બુદ્ધિવાળો મનુષ્ય કેમ સમર્થ થાય ?'–
तत्स्थाने प्रभु मेरुतुंगगणभृद्योष्टांगयोगं समा विद्याः सम्यगवेत् सदैव सविधे पद्मा च चक्रेश्वरी । जीरापल्लिजिनेशयमकृपयोद्भूतान् प्रभावान् श्रुता
न्वक्तुं वायतिरक्षमः किमुपुनर्माद्रिग्नरोमंदधीः ॥ ३५ ॥ ૨૪. ડુંગરિ પાસે ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીઓ સદિત આવતી હતી એ વાત ધર્મમૂર્તિ સુરિને નામે પ્રસિદ્ધ થયેલી પઢાવેલીમાં પણ છે. વિશેષમાં તેમાં જણાવાયું છે કે કઈ શ્રાવકે ત્યાં રાત્રિએ એકાંતમાં ગુરુ પાસે બેઠેલી અને દેવીઓને જોઈને શંકા કરી. એ વાતની જાણ થતાં દેવીએ એની શંકાનું સમાધાન કર્યું. પાલીકારના જણાવ્યા પ્રમાણે એ પ્રસંગ પછી મે તુંગ રિએ દેવીઓના પ્રત્યક્ષ આગમનને નિષેધ કર્યો
૯૨૫. ભીમશી માણેક ગુપટ્ટાવલીમાં ઉક્ત દેવીઓ સાથે મહાકાલી દેવીનું નામ પણ મૂકે છે અને થોડા ફેરફાર સાથે જણાવે છે કે દેવીઓને જોઈને શંકા પામેલ શ્રાવક પાછા વળી જાય છે એટલે આચાર્યું તેને સાદ કરી પાસે બોલાવીને તેની શંકાનું સમાધાન કર્યું. તે પછી કલિયુગ જાણીને ગુએ દેવીઓનું આવાગમન બંધ કરાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com