________________
=
=
=
૧૬૨
અંચલગચ્છ જિગદર્શન કરનાર બીજા કાલિકાચાર્ય વીર સંવત ૯૯૩ વ થયા. ઈન્દ્ર પ્રતિબોધક કાલિકાચાર્યવીર સંવત ૩૨૫ માં થયા. બીજા પણ કાલિકાચાર્યો થઈ ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બધા કાલિકાચાર્યોનાં માતા, પિતા, દીક્ષા વિગેરેના સંબંધમાં બધી કથાઓમાં લગભગ સરખો જ વૃતાંત મળે છે!
૭ર૬. વિદ્યાવિજયજી પોતાના લેખ “કાલકાચાર્ય' જૈન, રપ. પૃ. ૨૦૯–૧૩, માં કાલિકાચાના પ્રસંગે વર્ણવી પૂછે છે : (૧) બલમિત્ર અને ભાનુમિત્રને ભરૂચથી સાથે લેવા (૨) બલમિત્ર અને ભાનુમિત્રનાં નિમંત્રણથી ભરૂચ જવું અને પુરોહિતની સાથે શાસ્ત્રાર્થ કરવો (૩) બ્રાહ્મણના વેશે આવેલા ઈન્દ્રને નિગોદનું સ્વરૂપ સમજાવવું (૨) પ્રમાદી શિષ્યના કારણે શિષ્યોને મૂકી ચાલ્યા જવું, વિગેરે ઘટનાએ કયા કાલિકાચાર્યના સમયમાં, કયારે અને કયાં બની ? કાલિકાચાર્ય અને તેમના ગુરુ ગુણકરસરિ પ્રમાદી શિને મૂકી પિતાના પ્રશિષ્ય સાગરચંદ્રારિ પાસે જાય છે, એ સાગરચંદ્રસુરિ કોણ? કયારે થયા? વિગેરે સંબંધમાં પણ શોધ કરી નિર્ણય કરવાનો રહે છે. પ્રતિષ્ઠા લેખ
૭ર૭. ધર્મપ્રભસૂરિના સમયન, સં. ૧૩૮૫ નો મૂર્તાિલેખ, જેના પર અંચલગચ્છનું નામ ઉકીર્ણિત હોય એવો સૌ પ્રથમ પ્રતિષ્ઠા લેખ ઉપલબ્ધ બને છે. આ લેખ ખંભાતના શ્રી શાંતિનાથ જિનાલયના ભોંયરાની ધાતુમૂતિ ઉપર આ પ્રમાણે છે :
सं० १३८५ वर्षे प्र० आषाढ वदि १ रवौ श्री आंचलगच्छे खौ• समधर पुत० जसदेव धणसींहसुत मलयसीह पुनसीहेन कुटुम्बश्रेयोऽर्थ श्री शांतिनाथबिंब कारापितं ॥
૭૨૮. આ પ્રતિકા-લેખારા જાણી શકાય છે કે સં. ૧૩૮૫ ના પ્રથમ આષાઢ વદિ ૧ ને રવિવારે અંચલગચ્છીય શ્રાવક સા. સમધરના પુત્ર જયદેવ તથા ધણસિંહના પુત્ર મલયસિંહ તથા પુનસિંહે કુટુંબના શ્રેય માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાયું.
૭૨૯. “અંચલગચ્છ” ના ઉલ્લેખવાળા પ્રાપ્ત થતા આ પ્રથમ પ્રતિછાલેખ પરથી કહી શકાય છે કે ધમપ્રભસૂરિના સમયમાં આ ગ૭ અંચલગચ્છ તરીકે જ વિશેષ ઓળખાતો હશે. આપણે જોઈ ગયા કે વિધિપક્ષ કે અચલગચ્છ નામાભિધાનો આર્યરક્ષિતસૂરિના સમયમાં વિશેષ પ્રચલિત હતાં. આ ગચ્છની સ્થાપના થઈ એ સકામાં જ એ નામને પ્રયોગ વિશે થયો હશે. પછીના શિકાઓમાં, ખાસ કરીને જનસાધારણમાં તો આ ગ૭ અંચલગચ્છનાં નામથી જ ઓળખાતો રહ્યો, જે આજ દિવસ સુધી ઓળખાય છે. અંચલગચ્છના નામાભિધાન સંબંધમાં આ વાત સમજવી જરૂરી છે કે ત્યવાસીઓએ જે અવિધિ કરી નાખેલે તેનો વિધિ કરવા જે ગચ્છનો પ્રાદુર્ભાવ થયો તે પ્રથમ તો વિધિપક્ષ તરીકે જ ઓળખાતા રહ્યા. વિધિ પક્ષ શબ્દ ખરતરગચ્છીય લેખોમાં કે ગ્રંથોમાં પણ ઘણું જગ્યાએ જોવા મળે છે. અન્ય ગથ્થોના સાહિત્યમાં પણ આ શબદનું સ્થાન અવશ્ય જોવા મળે છે.
૭૩૦. અંચલગચ્છની સ્થાપના થઈ એ પછી બે શતાબ્દીઓ વીતી ગયા બાદ, ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધના પ્રાપ્ત થતા ઉક્ત પ્રતિષ્ઠલેખની આ ગ૭ના નામાભિધાન સંબંધમાં અતિહાસિક મહત્તા છે, જેનો નકાર થઈ શકે એમ નથી. અલબત્ત, હસ્તલિખિત ગ્રંથોમાં તો આ વિષયમાં અનેક પ્રમાણો ઉપલબ્ધ થાય છે જ, કિન્તુ ઉત્કીર્ણિત લેખનું સમર્થન નિર્ણયાત્મક બને છે અને એ દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું હોય છે. સાથ્વી તિલકપ્રભા ગણિની
૩૧. સં૧૭૮૪ માં તિલકપ્રભા ગણિની વિદ્યમાન હતાં. આર્યરક્ષિતરિના સમયમાં અંથલ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com