________________
આ ધમપ્રભસૂરિ
૧૬૧ above p. 172, S. V. Dharmaprabha). The tale has been edited from the Indian Office Ms. by Leumann, Journal Germ. Or. Soc. XXXVII, 505-9. Meanwhile a second Ms. has reached Europe No. 1737 of Berlin Collection, it omits the last four Aryas which were about unknown to Samayasundara.
૭૨૧. લે. બ્રાઉન ધર્મપ્રભસૂરિની રચનાનું સંપાદન કરતાં નોંધે છે કે એ કૃતિની આવૃત્તિ તૈયાર કરવામાં છ પ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ બધી પ્રતો બે ભાગમાં વિભક્ત થતી હોવા છતાં, એ છએ પ્રતોમાં એક સરખી જ ખલનાઓ જણાતી હતી. છે. બ્રાઉન એ અંગેનાં થોડાંક ઉદાહરણ પણ નોંધે છે, જે એમના શબ્દોમાં જ જોઈએ : In preparing this edition of Dharmaprabha's text, I have used six Mss. These are clearly divided in two groups; yet all seems to come from a common source, for all seem to have common corruption, namely in stanza 9 of 'nomulemi' fornommulemni;' in stanza 20, where all read patto' instead of patte' and 46, where all read 'suttam' for 'mottum.'
૭૨૨. આ પરથી જાણી શકાય છે કે ડો. બ્રાઉને ધર્મપ્રભસૂરિની આ કૃતિને કેટલે તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે. ડૉ. લેયમેને પણ અત્યંત ઝીણવટથી આ કથાનું સંશોધન કરી તેને જર્નલ, જર્મન ઓરીએન્ટલ સોસાયટી, વોલ્યુમ, ૪૭ પૃ. ૫૦૫–૯ માં પ્રકટ કરી છે. અંચલગરછના આચાર્યે રચેલી કૃતિમાં પાશ્ચાત્ય વિદ્વાનોએ આટલો ઊંડો રસ લીધો હોય તો એક માત્ર ધર્મપ્રભસૂરિ રચિત “કાલિકાચાર્ય કથા” માટે જ. એ દષ્ટિએ ધમંપ્રભસૂરિ સૌથી વધુ માન ખાટી જાય છે, કેમકે એમની કૃતિ માટે ઉક્ત પ્રખર વિદ્વાનોએ પોતાની પ્રતિભાને ખૂબ પરિશ્રમ આપેલ છે.
૭૨૩. આ ગ્રંથની પ્રતોની વિદ્યમાનતા અંગેની નોંધ છે. વેલણકર “જિનરત્ન કેશ” પૃ. ૮૭માં ટિપણ સહિત આપે છે. એ ઉપરથી કહી શકાય છે કે ધર્મપ્રભસૂરિના પ્રસ્તુત ગ્રંથની સં. ૧૪ર અને સં. ૧૫૦૨ માં લખાયેલી પ્રતો જુદા જુદા ભંડારોમાં વિદ્યમાન છે. માત્ર લીંબડીના ભંડારમાં જ આ ગ્રંથની ચાર પ્રતો સુરક્ષિત છે, જેમાંની બે તો સુંદર ચિત્રોથી સુશોભિત છે. અન્ય ભંડારોમાં પણ આ ગ્રંથની પ્રતો ઉપલબ્ધ છે, જે વિશે પ્રો. વેલકરે ટીપ સહિત ઉલ્લેખ કર્યો છે. - ૨૪. આજ દિવસ સુધીમાં જુદી જુદી ચાલીસેક “કાલિકાચાર્ય કથા ઓ પ્રકાશમાં આવી છે. અસ્થિર મારે કારથી શરુ થતી એક કથા ભાદેવમૂરિ(સં. ૧૩૩૨એ એક સે પ્રાકૃત ગાથાઆમાં રચી છે. ભાવેદેવસરિ પોતાને કાલિકચાર્ય સંતતીય જણાવે છે. છે. બ્રાઉન “ધ સ્ટોરી ઓફ કાલક' માં જણાવે છે કે ભાવ વસૂરિની કાલિકાચાર્ય કથા ધર્મપ્રભસૂરિ રચિત પ્રસ્તુત કથાને મળતી આવે છે.
૭૨૫. જેમ કથાઓ અનેક છે તેમ કાલિકાચા પણ અનેક થઈ ગયા છે. જુદી જુદી કથાઓને આ બધા કાલિકાચાયૅની ઘટનાઓથી એટલી બધી ભેળસેળ કરી દેવામાં આવી છે કે વર્ણવેલા કાલિકાચાર્ય કેટલા અને ક્યારે થયા અને તેમાં તેણે કહ્યું કાર્ય કર્યું વિગેરે બાબતે પર નિર્ણય કરવો કઠિન થઈ ગયો છે. ગઈ ભિલ્લરાજાને ઉખેડી નાખીને શક લોકેને સ્થાપન કરનાર કાલિકાચાર્ય શ્રી વીર નિર્વાણ પછી પાંચમી શતાબ્દીમાં થયા હોવા જોઈએ. સંવત્સરી પર્વ પાંચમને બદલે ચોથને દિવસે પ્રારંભ
૨ ૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com