________________
શ્રી અજિતસિંહસૂરિ ટનમાં તેને ત્રણ દિવસ સુધી દેવપૂજનનો યોગ પ્રાપ્ત ન થતાં તેને અમને તપ થયો. પાંચ સાત ગાઉમાં કઈ પણ ગામ ન હોવાથી તે ભટેવા ગામમાં આવ્યા. ત્યાં તલાવમાંથી છાણ માટી લઈ પ્રતિમા બનાવી. તે સુકાયા પછી પિતાની પાસે અષ્ટ દ્રવ્ય રાખ્યાં હતાં તેના વડે પૂજા કરી અત્યંત ભાવના ભાવી. એની હૃદયપૂર્વકની ભાવનાથી તે ખેતરતો યક્ષ પ્રકટ થયો. અને તેણે શેઠને કહ્યું કે-“તારી ભાવનાથી હું પ્રસન્ન થયો છું, જેથી આ તે બનાવેલી પ્રતિમા ભય થશે.” આ સાંભળી શેઠે એને કહ્યું કે-“તે પ્રતિમા માટે દેરાસર કરાવવું જોઈએ, પણ મારી પાસે ધન નથી.” યક્ષે કહ્યું—“આજે આ બેનર તું લે. કાલે સવારે આવીશ ત્યારે તને ઘણું ધન મળશે.' બીજે દિવસે યક્ષનાં જણાવ્યા પ્રમાણે જ થયું. શેઠની ભક્તિના પ્રતાપે ત્યાં ઘણું જ ધન પ્રકટ થયું, જેના વડે તેણે ભટેવામાં દેરાસર બંધાવી પ્રતિમા પધરાવ્યાં. તેનું નામ ભગતિયા પાર્શ્વનાથ રાખ્યું. કાળક્રમે આ તીર્થ ભટેવા પાર્શ્વનાથ તરીકે ખ્યાતિ પામ્યું.
૬૧. બા પાર્શ્વનાથનાં નામ સંબંધે સં. 1956 માં ભાવરત્નસૂરિએ રચેલ “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવન માં આ મંદિર વિશેની બીજી એક આખ્યાયિકા સંગ્રહિત છે, અને કર્તા સ્વયં કહે છે કે, તે આખ્યાયિકા પણ પ્રાચીન સ્તવનમાંથી તેમણે ઉદ્ધારી છે. એ સ્તવનને ઐતિહાસિક સાર પણ અહીં વિવક્ષિત છે.
૬૪૨. ઈડર પાસે ભટુર ગામમાં સુરચંદ નામે ગરીબ વણિક વસતો હતે. કોઈ પુણ્ય નિમિત્તથી તેના ઘરમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી, ત્યારથી તે સંપન્ન અને સુખી થયો. એ હકીકત ઈડરના રાજાએ જાણી અને એ પ્રતિમાની માગણી કરી. સુરચંદ શેઠે એ પ્રતિમા ન આપતાં ગામનાં ગંદરે જમીનમાં ભંડારી દીધી. રાજાએ તેનું ઘર લૂંટી લીધું. ચંદ્રાવતી–ચાણસ્મામાં વસતા રવિચંદ નામના શ્રાવકને એ પ્રતિમાની ભાળ મળતાં તે લઈ આવ્યો અને તેણે ચાણુરમામાં એક મંદિર બંધાવી સં. ૧૫૫ ની અખાત્રીજે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
૪૩. ઉપર્યુક્ત વંશાવલી અને સ્તવનના ઉલ્લેખો આપણી એતિહાસિક વિગતને પૂરક બને છે. ભટુર ગામમાંથી મળેલી પ્રતિમાને કારણે “ભટેવા’ નામ પડયું એવો ખુલાસો આપણને સ્તવનમાંથી મળી રહે છે અને તેને વંશાવલીની હકીકતો પુષ્ટિ આપતાં તે સ્વીકાર્ય બને છે. આથી ભગતિયા પાશ્વનાથમાંથી ભટેવા પાર્શ્વનાથ નામ પ્રચલિત થયું એ કલ્પના નિરાધાર કરે છે. જ્યારે સં. ૧૩૩૫ માં આ . ગામમાં મંદિર બંધાયું એવી વંશાવલીની હકીકત વિશ્વસનીય કરે છે, કેમકે તેના પ્રતિષ્ઠાપક આચાર્ય અજિતસિંહરિનું આચાર્યપદનું વર્ષ સં. ૧૩૧૪ અને સ્વર્ગગમનનું વર્ષ સં. ૧૩૩૯ છે. આથી સ્તવનમાં આપેલું સં. ૧૫૩૫ નું પ્રતિષ્ઠાનું વર્ષ કાતિ જીર્ણોદ્ધારનું હોય કે એ સ્તવન લખનાર લહિયાની ભૂલથી ૧૩૩૫ ને બદલે ૧૫૩૫ લખાઈ ગયું હોય.
૬૪૪. “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવન માં ભાવરત્નસૂરિએ શ્રાવકેનાં નામ સુરચંદ અને રવિચંદ આવ્યાં છે, જયારે “વીસા શ્રીમાળી જ્ઞાતિમાં એક પ્રાચીન કુલની વંશાવલી ”માં વર્ધમાનશાહના ભાઈ જયતાનાં નાપોનો ઉલ્લેખ છે. આ બંને વિધાનોમાંથી એકને સ્વીકારતા પહેલાં અન્ય પ્રમાણોની આવ
ના રહે છે. સ્તવનોનાં વર્ણનોને બધા લોકકથાનો આધાર હોય છે એ હકીકતના સંદર્ભમાં વંશાવલી ની હકીકતો વધારે પ્રમાણભૂત હોય એમ કહી શકાય.
૬ પ. બીજી હકીકત છે એમ પણ માનવાને કારણે મળે છે કે ભટેવા નામનું ગામ મારવાડમાં પાલી પાસે આવેલું છે. ત્યાંના વતનીઓ ઉચાળા ભરીને આ તરફ આવ્યા ત્યારે આ મૂર્તિ સાથે લેતા
૧૯
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com