________________
૧૧૦
અંચલગરછ દિગ્દર્શન હશે. તદુપરાંત વલ્લભી શાખાનું અસ્તિતવ પણ પટ્ટાવલીમાં દર્શાવાયેલું જ છે. વિશેષમાં મહેન્દ્રસિંહરિના શિષ્ય પરિવારમાં ભુવનતુંગમૂરિ જેવા સમર્થ આચાર્ય પણ હતા. આ બધા મુદ્દાઓ ઉપર વિચારતાં મહેન્દ્રસિંહરિના સાધુઓની સંખ્યા માત્ર તેર જ હોવાનું વિધાન કોઈ પણ રીતે સ્વીકારી શકાય એવું નથી આચાર્ય ભુવન,ગસૂરિ
૪૯૯. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય વનતુંગરિ સમર્થ આચાર્ય થઈ ગયા. તેઓ પ્રખર સાહિત્યકાર તેમજ મંત્રવાદી પણ હતા. અંચલગચ્છમાં આ નામના બે આચાર્યો થઈ ગયા હોઈને એમનાં કાર્યો વિષે કેટલીક જગ્યાએ વિસંવાદિતા ફેલાઈ છે. ડૉ. કલાટ, મેહનલાલ દલીચંદ દેસાઈ, ભીમશી માણેક આદિ ગ્રંયકારો, તેમણે રચેલી પટ્ટાવલીઓમાં, ભુવનતુંગસૂરિને ૫૫ મા પટ્ટધર ધર્મપ્રભસૂરિના શાખાચાર્ય દર્શાવે છે, તે ભુવનતુંગરિ મહેન્દ્રસિંહરિના શિષ્ય સંભવે છે. પદાવલીમાં મેતુંગરિના સમયમાં થઈ ગયેલા ભુવનતું ગસૂરિને જે ઉલ્લેખ છે તે આ ગચ્છના બીજા આચાર્ય છે. આ બન્ને આચાર્યો ભિન્ન છે એ વાત ઉક્ત બન્ને આચાર્યોના જીવનકાળ વચ્ચે એક શતાબ્દીનો લાંબે ગાળો જ સિદ્ધ કરી દે એમ છે.
૫૦૦. ઘણા ગ્રંથકારેએ આ બન્ને આચાર્યોને એક સમજીને ગૂંચવાડાઓ ફેલાવ્યા છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ દ્વારા પ્રકાશિત “જૈન ગ્રંથાવલી” પૃ. ૪૪ માં ભુવનતુંગરિને જયશેખરસૂરિના સમકાલીન જણાવ્યા છે, તેમજ ત્રિપુટી મહારાજ કત જેન પરંપરાનો ઈતિહાસ માં તેમને મેન્ટંગમરિના શાખાચાર્ય તરીકે ઓળખાવ્યા છે તે ભુવનતંગસૂરિ મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય હતા. એક ગ૭માં આ નામના બે આચાર્યો થઈ ગયા હોઈને સ્વાભાવિક રીતે જ આ ગૂંચવાડે થાય એ શક્ય છે. વળી સિંહ કે પ્રભ પ્રત્યય વિનાનું એમના ગુરુનું નામ પણ આવો ગૂંચવાડે થવા માટે કારણભૂત છે. પહેલા ભુવનતુંગસૂરિના ગુનું નામ મહેન્દ્રસિંહરિ તથા બીજા ભુવનતું ગસૂરિના ગુરુનું નામ મહેન્દ્રપ્રભસૂરિ છે. એટલા માટે જ
એ હિસ્ટ્રી ઓફ કેનોનીકલ લીટરેચર ઓફ જૈનમ્ ' નામના ગ્રંથમાં પ્રો. પી. ૨. કાપડિયા ભુવનતુંગસૂરિને પરિચય આપતા ઉમેરે છે કે : Pupil of Mahendra Suri who revised in Samvat 1294 his guru Dharmaghosa Suri's Sata padi. 31. 314654124 Astial ગુરુ મહેન્દ્રસુરિનો ઉલ્લેખ કરી સ્પષ્ટતા કરી કે જેમણે સં. ૧૨૯૪ માં એમના ગુરુ ધર્મસૂરિ રચિત શતપદીનું પુનરાવર્તન કર્યું.
પ૦૧. ભુવનતુંગરિના ઉપદેશથી અનેક પ્રતિકાઓ પણ થઈ હશે. પરંતુ દુઃખને વિષય એ છે કે એમને એકેય પ્રતિકાલેખ પ્રકાશમાં આવ્યો નથી; નહીં તે એમના જીવનકાળ વિષે એકસાઈથી કહી શકાત. “વિશા શ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવલી માંથી મંત્રી વાછાએ વયજયક–વેજલપુરમાં ભુવનતુંગમૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યું એ સંબંધમાં આ પ્રમાણે ઉલેખ પ્રાપ્ત થાય છે વગ વસ્તઃ તાજ મા કે સલા મારા ના पु० रंगा १ मेला २ रामा ३ रंगा भा० जोमी पु० वाछा श्री पार्श्वनाथ चैत्यं प्रतिष्ठित श्री अंचलगच्छे श्री भुवनतुंगसूरीणामुपदेशेन मं० वाछा भा० माउ पु० करमण १ लखमण (સા૪િ) આ પ્રાચીન વહી પરથી એ પણ જાણી શકાય છે કે મંત્રી વાછાના દ્વિતીય પુત્ર લખમણે ચારિત્ર અંગીકાર કરેલું. પરંતુ ચોકકસ થતું નથી કે એમણે ભુવનતુંગસૂરિ પાસે ચારિત્ર લીધું. મંત્રવાદી ભુવનતુંગસૂરિ
૫૨. ગ્રંથકારોએ ભુવનતુંગમુરિને મંત્રવાદી તરીકે ખૂબ ખૂબ બિરદાવ્યા છે. ભુવનતુંગરિએ રાઉલ ખેંગાર ૪ ચા (રાજ્ય સં. ૧૩૩૬–૯૦) ની સમક્ષ જુનાગઢમાં તક્ષનાગને પ્રત્યક્ષ અને સેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com