________________
આ શોધ પંડિત બેચરદાસજીની છે. જો કે પોતે મૂર્તિપૂજક હોવા છતાંય તેમણે સત્યનું ગળું ન દબાવતાં જેવું છે તેવુંજ એ વિષયમાં વચન કહી આપ્યું છે. આ વિષય પર મૂર્તિપૂજકોએ વિચાર કરે જોઈએ, તથા જે ૫. બેચરદાસનાં વચન સાચાં હોય તે ગૃહણ કરવાં અગર તે તેમનાં વચનનો વિરોધ કરે જોઈએ જૈન સિદ્ધાંતને અને મૂર્તિપૂજાને પરસ્પર કઈ પણ પ્રકારને મેળ નથી. પણ પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. કેડી અને મહોર જેટલે તેમાં ભેદ છે, આકાશ અને પાતાલ જેટલું છેટું છે, તથા જૈન સિદ્ધાંતનાં નિશ્ચયનયમાં મૂર્તિનું કઈ પ્રકારે સ્થાન નથી પરંતુ વ્યવહારનય પણ મૂર્તિપૂજનને અપનાવતું નથી. સમ્યક્રર્શનનું સ્વરૂપ જ્યાં કહે છે ત્યાંજ “તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહી દીધું છે. જેનું તાત્પર્ય એ છે કે, પ્રયોજન ભૂત તમાં યથાર્થ શ્રદ્ધા કરવી તેજ સમ્યગ્દર્શન છે. હવે વિચાર કરે કે આત્મીય વસ્તુ શ્રદ્ધાન તથા જડસ્વરૂપ વસ્તુમૂર્તિને પરસ્પર શું સંબંધ છે? કારણ કે પ્રજન ભૂત તત્વોનાં શ્રદ્ધાનમાં મૂર્તિનું શું પ્રયોજન છે? વ્યવહાર સમ્યગ્દર્શનમાં પણ દિગમ્બર. જૈન-મૂર્તિ પૂજાની અનાવશ્યકતા છે એ માટે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજને આ પ્રમાણે ખુલાસે છે.
जीवादो सद्धहणं, सम्मतं जिणवरेहिं पण्णत ववहाराणिच्छयदा अप्पाणं हवइ सम्प्रतं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com