________________
જોવામાં આવતું નથી તે પછી તે જિન મુદ્રા કઈ રીતે હોઈ શકે ? આગળ પર પાષાણુ મૂર્તિને દેવ કહેવા વાળાને માટે શ્રી કુંદકુંદાચાર્યજી ફિટકાર લગાવે છે.
सोदेवो जोअत्थं, धम्म कामं सुदेइ णाणंच सोदेइ जस्ल अस्थि, हु अन्यो धम्मो व पवज्जा सं-सः देवः यः अर्थ धर्म कामं सुददाति ज्ञानं च सददाति यस्य अस्ति तु अथैः कर्म न प्रव्रज्या
(બેધ પાહુડ ૨૪). અર્થ–દેવ તેજ હોઈ શકે કે જે ધર્મ, અર્થ, કામ તથા જ્ઞાન આપે પરંતુ ઉકત–વસ્તુને દેવજ આપી શકે છે કે તે ચીજ તેની પાસે હોય, અને જેની પાસે કહેલ ધર્મ, અર્થ, કામ તથા જ્ઞાન અને પ્રવજ્યાદિ કાંઈ નથી તે બીજાને કેવી રીતે આપી શકે ? આ ગાથાની દેવ વિષયની પરિભાષાને સાંભળી અમારા દિ. મૂતિ પૂજક બધુ બતાવી આપે કે જે પાષાણ મૂર્તિની આ૫ નિત્ય પ્રતિ પૂજા કરે છે તે મૂર્તિ આપને ઉપર કહેલ ધર્માદિ તથા જ્ઞાનાદિ ગુણ આપે છે ખરી? જે નથી આપી શકતી તે પછી શ્રી કુંદકુંદ સ્વામિની આજ્ઞા ભંગ કરીને આપ એવી ગુણરહિત મૂતિને કેમ માને છે ? હવે પછી શ્રી કુંદકુંદાચાર્યજી મહારાજ તીર્થનું સ્વરૂપ નીચેની ગાથામાં જણાવે છે.
जणिम्मल सुम्धभं सम्मतं संजमंतवं णाणं तं तिःथ जिणमन्गे, हवे इजाँद संति भावेण
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com