________________
13
આ દેશ વિરતિ નામનું પાંચમું ગુણસ્થાન છે, તેને અગિયાર પ્રતિમા–પડિમા તથા પ્રતિજ્ઞા કહે છે તેમાં પ્રથમ દર્શન પ્રતિમા છે તેમાં ભવ્ય જીવ સમ્યગ્દર્શનને લાભ પ્રાપ્ત કરી સંયમની તરફ વળી જવા પ્રારંભ કરી દે છે. આ પહેલી પ્રતિમાની અંદર પાષાણની મૂર્તિ સાથે કોઈ પણ સંબંધ છે નહિ. બીજી ડિમા તેની અંદર શ્રાવકોનાં બાર વ્રતનું નિરતિચાર પાલન કરવાનું કર્તવ્ય છે, શ્રાવકનાં બાર વ્રત–પાંચ અણુ વ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રત, આ પ્રમાણે બધાં મલીને બાર વ્રત થાય છે. તેનાં નામ અને સ્વરૂપ સર્વે પ્રસિદ્ધ છે. આ બાર વ્રતમાં પણ કયાંય મૂર્તિ પૂજાનું નામ નિશાન નથી
આ બીજી પડિમાજ ગૃહસ્થ શ્રાવકો માટે મુખ્ય કર્તવ્યમાં આદર્શ રૂપ છે.
આ પ્રતિમાની પછી સામાયિકાદિ પ્રતિમામાં સામાયિક પૌષધાદિ કર્તવ્યોનું નિરુપણ છે, તેને પણ પાષાણ મૂર્તિ સાથે કિંચિત પણ સંબંધ નથી. સમંતભદ્રાદિ આચાર્યોએ પણ જ્યાં જ્યાં પિતાનાં ગ્રંથમાં અચ્ચિાર પ્રતિમાઓનું નિરૂપણ કર્યું છે ત્યાં કોઈ પણ પ્રતિમાનાં સ્વરૂપમાં આ પાષાણ મૂર્તિ પૂજનને જરા પણ સ્થાન આપ્યું નથી. એમ પાષાણ મૂર્તિનું નામ પણ જ્યાં નથી ત્યાં બીજી વાત તેં દૂર રહી. આ અગિઆર પ્રતિમાઓમાં આચાર્યોએ જિદ્રાજ્ઞાનુસાર, ઉત્તમ, મધ્યમ તથા જઘન્ય
એ પ્રમાણે ત્રણ દરજજા શ્રાવકે માટે નક્કી કર્યા છે અર્થાત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com