________________
૧૧૪
દેવ દ્રવ્ય ખાવામાં વાંધો નથી. કારણ કે તેઓ અજૈન છે. અને સાતમી નરકને સિદ્ધાંત પણ તેઓને લાગુ પડતો નથી, કારણ કે તેઓ અજન છે. મૂર્તિપૂજક કે અમૂર્તિપૂજક-કોઈ પણ જાતના જૈન ધર્મને જ તેઓ માનતા નથી, તેથી તેઓને નોકરી કરવામાં વાંધો આવતે નથી. પૂજા કરવા કરાવવા બદલ તેમને પગાર મળે છે, એટલા માટે આ અજન પૂજારીઓ તેટલે વખત જૈનના તીર્થકરેને વચન અને કાયાથી ભગવાન માને છે. તેઓનું તે કાર્ય થઈ રહ્યું અને ઘેર ગયા એટલે પછી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ જેને તેઓ માનતા હોય, તેની પૂજા કરી તેમને જ સાચા ભગવાન માને છે.
આજકાલ ઘણું મૂર્તિપૂજક ભાઈઓને આ વાત મનમાં ખટકે છે અને આ ભાડુતી પૂજારીઓથી તેઓ કંટાન્યા છે. આવી પૂજાને તેઓ એક ફાસ સમાનજ માને છે. છતાં પણ તેને કાંઈ રસ્તે થઈ શકતો નથી મૂર્તિપૂજક જૈન સમાજ આવા કેટલા ભાડતી પૂજારીઓને નભાવે છે, અને એક વરસે તેઓ કેટલે પગાર લઈ જાય છે. વગેરે બાબતનું એક લીસ્ટ એક વખત મારા વાંચવામાં આવ્યું હતું. તે લેખના લેખકે અંતમાં એમ કહ્યું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com