________________
ઉપર અનેક આફતે તોળાઈ રહી છે, તે આફતમાંથી આ મૂર્તિઓ કેમ તેમના ભક્તોને બચાવતી નથી ? શું મૂર્તિ લેવામાંજ (લાડુ વગેરે ભેગ અને સારાં મકાન) સમજે છે, કે પછી દેવામાં (તેમના ભકતોને બચાવવામાં) પણ સમજે છે ? મને તો લાગે છે કે–લેવામાં લકકડ અને દેવામાં અક્કડ'ની કહેવતને મૂતિ બરાબર ખરી પાડે છે. લેતી વખતે તે મને આ જોઇએ ને તે જોઈએ (જો કે મૂતિ બોલતી નથી, છતાં તેના ભકત તેને જે જોઈએ તે આપે છે, અને જ્યારે ખરૂં કામ પડે, ત્યારે તે કોણ જાણે કયા ગિરનારની ગુફામાં સંતાઈ જાય છે ?
આ શ્રીપાળ રાજાની કથા બાબતમાં શ્રી, વાડીલાલ મોતીલાલ શાહે પિતાના જૈન હિતેચ્છુ પેપરમાં ખૂબ લખ્યું છે. અને તેનું હિંદી ભાષાંતર કરી દિગંબર મૂર્તિપૂજક ભાઈએજ છપા
વ્યું છે. તેમાં આ કથા કેટલી હમ્બગ, નાખી દેવા જેવી અને એક બાળક પણ ન માની શકે, તેવા ગપાંથી ભરી છે, તે વાત વા. મે. શાહે બહુજ સરસ રીતે બતાવી આપ્યું છે.
મૂતિ પૂજકો મૂર્તિના ફંદામાંથી કદી પણ છુટવાજ ન પામે, તે માટે સ્વાથી અને એશ આરામી ભટ્ટારકાએ આવી કથાઓ કલિપત ઉભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com