________________
પ્રસ્તાવના ભાઈશ્રી હરિચંદ મેવજીશાહનાં “અભયદાનના અનુભવો”ના ના પ્રકાશનને વાસ્તવિક રીતે પ્રસ્તાવનાની આવશ્યક્તા ન હોય. કોઈપણ વ્યક્તિનું ચરિત્ર કે, જીવનના વિશિષ્ટ બનાવે, એ તેજ તેમના જીવનની પ્રસ્તાવના કે અનુક્રમણિકા છે. છતાં લેખકે વર્ણવેલા અભયદાનના અનેક પ્રસંગની સાથે જીવદયા મંડળીની વતી હું નિમિત્ત હાઈ તેમની વિશિષ્ટતા તરફ વાંચકોનું લક્ષ ખેંચવા માટે પ્રસ્તાવના લખવા હું પ્રેરાયો છું.
ભાઈશ્રી અમરચંદ માવજી શાહ એક ધર્મપ્રિય જેને હોવા છતાં જાણ્યે અજાણ્યે તેમની અહિંસા પ્રિયતાની કસોટી, તેમણે જીવનના પ્રારંભમાં સ્વીકારેલી કરી દ્વારા થઈ, એમ કહેવું એ વાસ્તવિકતા છે. તેમના હૃદયમાં અહિંસા ઓતપ્રેત થયેલી હોઈ, તેમના કસોટી કાળમાં પણ તેમની અહિંસા પ્રિયતાએ વર્ચસ્વ મેળવ્યું. તેમની એ ભાવનાએ તેમના શેઠના માનસપર પણ અસર કરી, અને તેઓ નેકરીના સમય દરમ્યાન અભયદાનને પ્રબંધ કરી, પોતાના આત્માને બચાવી શક્યા. પરિણામે ત્યારપછી તેમના જીવનમાં અહિંસાને વધારે વિકસાવવાને સાગ તેમને પ્રાપ્ત થયે.
મુંબઈ જીવદયા મંડળીની સાથેના તેમના સંબંધ દરમ્યાન પણ તેમણે હંમેશા સિદ્ધાંતને સ્વાર્થ કરતા વધારે ઉચ્ચ માનીને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી જીવદયાને પ્રચાર અને અભયદાનના અનેક કાર્યો કર્યા છે, તે તેમની વિશેષતા છે. તેમની એ નિર્મળ અહિંસા પ્રિયતાએ તેમના આત્માને અધિક વિકસાવી ધર્મની અનેક સાધનામાં પ્રેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com