________________
-૪
ઝવેરી બજારમાં ગેંડાલાલ મારવાડી જે આવા જીવદયાનાં કાર્યો કરતા હતા ત્યાં, જવા જણાવ્યું. તેમને હું મળે. તેમણે તે ભેંસ રૂા. ૬૦)માં લીધી અને પાંજરાપોળમાં મુકી આવવા ચીઠ્ઠી લખી આપી, મેં તબેલા ઉપરથી ભેંસ મંગાવીને હું પાંજરાપોળ મુકવા ગયે. આ ભેંસને અભયદાન મળવાથી મારા આત્માએ અને આનંદ અનુભવ્યા અને મનોમન પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કે આવી ૧૦૦ ભેંસો મારે છેડાવવી.
આ ભેંસનાં પૈસા લેવા મને જીવદયા મંડળીમાં મેક. પૈસા લઈ હું બહાર નીકળતો હતો ત્યાં સામેની પેઢીમાં આ સંસ્થાનાં પ્રમુખ સ્થાપક આત્મા–દયાલંકાર શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરી બેઠા હતા. તેઓશ્રીએ મને બોલાવ્યા. મેં મારી હકીક્ત જણાવી અને હું આવી પાપની ગાદી ઉપર બેઠે છું, જ્યાંથી મુંગા જીવો કસાયખાને વેચાય છે. હવે મારે શું કરવું? તેનું માર્ગદર્શન માગ્યું. ત-ગા-- શ્રીએ મને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે તું આ નોકરીમાં નહીં હોય તે પણ તેઓ જે તેનું કર્મ કરવાનાં છે તે કરવાનાં જ છે. ઉલ્ટાનું તારા રહેવાથી આવા જીવને અભયદાન મળશે માટે નોકરી ચાલુ રાખવી અને જ્યારે જ્યારે આવા ઢેર વેચવાનાં હોય ત્યારે જીવદયા મંડળીમાં આવી જણાવીને છોડાવી લેવા. મને આશ્વાસન મળ્યું. સંતેષ થયું. આ રીતે અકસ્માત રીતે એક ભેંસને અભયદાનનાં નિમિત્તમાં હું મુંબઈની શી જીવદયા મંડળીને પગથીયે પહોંચે. મેં મારું જીવન જીવદયાનાં પંથે ગાળવાને નિર્ણય મનેમન કરી લીધો તે ધન્ય દીન તા. ૧૦-૮-૧૯૨૮ને હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com