________________
ભગવાનની સન્મુખ બધા પૂજ્યવરેએ સાથે ચૈત્યવંદન કરી મેડા ઉપર પણ દર્શન કર્યા. અહીં ૪૮ અને ૧૬૦ પ્રતિમા છે. દેરાસરનું કામ ચાલે છે.
પૂજ્યવર દેરાસરમાંથી બહાર નીકળે છે. શેઠ ત્રિક્રમભાઈ ડાહ્યાભાઈના ઘર દેરાસરમાં પદ્મપ્રભુ ભગવાનના દર્શન કર્યા પછી ત્યાં માંગલિક સંભળાવી વાસક્ષેપ આચાર્યશ્રીએ કર્યો હતો. અહીં ધાતુના ત્રણ પ્રતિમાજી છે. અહીં લાકડાના દેરાસરની કાતરની જોવાલાયક છે, | શેઠ રતિલાલ પુંજાભાઈના ઘરે દેજાસરમાં મુખ્ય શ્રી સંભવનાથ ભગવાનના પ્રથથી દર્શન કર્યા અહીં ધાતુના છ પ્રતિમાજી છે. પછી શેઠ મોહનલાલ ડાહ્યાભાઈ તથા સારાભાઈ મગનલાલને ત્યાં પણ માંગલિક સંભળાવી વાસક્ષેપ કર્યો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com