________________
પોળના મુખ્ય દેરાસરમાં મૂલનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનના દર્શન કરી સામેના દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની આગળ પ્રેમથી ચૈત્યવંદન કર્યું. શ્રેયાંસનાથના દેરાસરમાં ૪૨ અને ૧૬૩ વાસુપૂજ્યના દેરાસરમાં ૧૬ અને ૭૧ પ્રતિમાજી છે.
હીરાભાઈની ખડકીમાં શેઠ રતિલાલ મેહનલાલના ઘર દેરાસરમાં ધર્મનાથ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ધાતુના છ પ્રતિમાજી છે, શઠ હરીભાઈ પ્રેમાભાઈના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના ૧૬ પ્રતિમાજી છે.
ખાંચામાં આવેલ દેરાસરમાં મૂલનાયક શ્રી સુમતિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ૨૩ અને ૧૧૦ પ્રતિમાજી છે. લાલાના ખાંચે શેઠ મણિલાલ હીરાચંના ઘર દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની સ્તુતિ સ્તવના કરી હતી. અહીં ધાતુના પાંચ પ્રતિમાજી છે. બાજુમાં આવેલ શેઠ મણિલાલ ગોકળદાસના ઘર દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્ણ પ્રેમથી દર્શન કર્યા, અહીં ધાતુના ૩ પ્રતિમાજી છે,
પતાસાની પળમાંથી નિકલી શેઠ બાલાભાઈ મૂલચંદના ઘર દેરાસરમાં શ્રી પાશ્વનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ધાતુના ૧૦ પ્રતિમાજી છે. તે પછી સલ્ક ઉપર આવેલ મહાવીર સ્વામીના દેરાસરમાં બધા સાથે મૈત્યવંદન કર્યું. અહીં ૯૩ અને ૧૧૫ પ્રતિમાજી છે.
આજે પતાસાની પાંચ પ્રભાવના થઈ હતી. મહાવીર સ્વામી દર્શન કરી પહેલાના ઉપાશ્ચમે આવી માંગલિક આચાર્યશ્રીના મુખથી સાંભળી બધા વિખરાઇ ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com