________________
ચૌએ
nlms Lucu
બાવીસમો દિવસ માગશર વદ ૪ તા. ૧૩-૧૨-૫૪ સોમવાર UTUBSF ત્ય નિયમ પ્રમાણે સંઘ ભેગે થયે એટલે નિ આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. તે
પછી હાજાપટેલની પિળના નાકાના દેરાસરમાં E 7 મૂલનાયક શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનની આગળ
* પ્રેમથી ચીત્યવંદન કરી ભોંયરામાં પણ દર્શન SF કર્યા. અહીં ૩૭ અને ૮૯ પ્રતિમાજી છે, ભોંયરામાં એક મહારાજની મૂર્તિ પણ છે.
આગલજતાં શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં પ્રિમથી દર્શન કરી નીચે ભોંયરામાં મોટી મૂર્તિ છે તેમના પણ દર્શન કર્યા, શાન્તિનાથના દેરાસરમાં ૪૬ અને ૯૪ પ્રતિમાજી છે. ચિમનલાલ વાડીલાલના ઘર દેરાસરમાં શ્રી, આદીશ્વર ભગવાનના દર્શન કરી પિળના ચેકમાં આચાર્ય શ્રીએ માંગલિક સંભળાવ્યું. અહી ધાતુના પાંચ પ્રતિમા છે.
રામજી મંદિરની પિળના એક દેરાસરમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરી બીજા દેરાસરમાં મુખ્ય શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પણ પ્રેમથી સ્તવના કરી હતી. પહેલા દેરાસરમાં ૧૪ અને ૨૧ તથા બીજામાં ૧૩ અને ૪૯ પ્રતિમાજી છે.'
શેઠ માયાભાઈ સાંકળચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી, શાન્તિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં એક સ્ફટિકની સુન્દર પ્રતિમા છે. અને ધાતુના ચાર પ્રતિમાજી છે.
ખારાકુવાની પોળના દેરાસરમાં ભૂલનાયક શ્રી સંભવ નાથ ભગવાનની આગળ બહુ ભાવથી ચીત્યવદન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com