________________
અહીંથી આગળ આદીશ્વરના દેરાસરમાં જઈ સુવિધિનાથ ભગવાનના દર્શન કર્યા. ભયરામાં મોટી આદીશ્વર ભગવાનની ત્રણ પ્રતિમાના દર્શન કર્યો. અહી ૪૦ અને ૩૮ પ્રતિમાજી છે.
ત્યાર બાદ સામે દેરાસરમાં વંદન કરવા ગયા. મૂલનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી. ત્યાં જ એક ગભારામાં શાન્તિનાથ ભગવાનના અને બીજા ગભારામાં સંભવનાથ ભગવાનના દર્શન ર્યા. ચિંતામણિ પાધાનાથના દેરાસરમાં ૬૦ અને ૩૭ શક્તિનાથના દેરાસરમાં ૧૩ અને ૩ તથા સંભવનાથના દેરાસરમાં ૧૩ અને ૫૭ પ્રતિમાજી છે.
તે પછી બાજુમાં આવેલ ચૌમુખજીના દેરાસરમાં પણ પેમથી દર્શન કર્યા, મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાન છે. અહી ૪ અને ૪ પ્રતિમાજી છે. અહી મુલચંદજી (મુક્તિવિજય) મહારાજની પાષાણની મૂર્તિ પણ છે.
ત્યાર બાદ ઉજમફઈની ધર્મશાળામાં ઉત્સવના હિસાબે પધરાવેલ ભગવાનના દર્શન કરી ત્યાં મુનિશ્રી ચન્દ્રોદયસાગરજીના આગ્રહથી માંગલિક આચાર્યશ્રીએ સંભળાવ્યું હતું, પછી સામે આવેલ મૂલનાયકશ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં નીચે છેલ્લે ચૈત્યવંદન બધા સાથે કરી ઉપર દર્શન કર્યા. અહીં ૮૨ અને ૯૬ પ્રતિમાજી છે. આજે એક પ્રભાવના પતાસાની થઈ હતી. અહીં ફટિકના એક સુંદર પ્રતિમાજી પણ છે.
આ પછી બધે સમુદાય રતનપોળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીના મુખથી મંગલાચરણ સાંભળી પોતપોતાને સ્થાને ગયો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com