________________
ચંદભાઈના ઘર દેરાસરમાં દર્શન કર્યાં. અહીં મૂલનાયક
ડીપાર્શ્વનાથ ભગવાન છે. કેવલ છ પ્રતિમાજી સર્વ ધાતુના છે,
પછી શેઠ દલપતભાઈ ભગુભાઇના વંડાના ઘર દેરાસરમાં મૂલનાયક તરીકે બિરાજેલ આદીશ્વર ભગવાનના દર્શન કર્યા પછી ફતભાઇ શેઠની હવેલીમાં શેઠ છગનલાલ બાપાલાલના મકાનમાં પધાર્યા. ત્યાં મૂલનાયક ભગવાન શાન્તિનાથ છે. ત્યાં દર્શન વંદન કર્યા હતાં. અહીં કેવલ પાંચ પ્રતિમાજી પાષાણુના અને છ પ્રતિમાજી સર્વ ધાતુના છે.
ત્યાર પછી ગોલવાડમાં પધાર્યા. બધા સાથે છેલ્લે ચૈત્યવંદન કર્યો. અહીં મુનિસુવ્રતસ્વામી મૂલનાયક છે .ત્રણ પ્રતિમાજી સર્વ ધાતુના છે.
આજે ત્રણ પ્રભાવને પતાસાની થઈ હતી. બધા સમુદાય સાથે આચાર્યશ્રી ડહેલાના ઉપાશ્રયે આવી મંગલાચરણ સંભળાવ્યા પછી બેન્ડ વાજા સાથે બધા માણસે વિખરાઈ ગયા હતા.
ત્રીજો દિવસ. કાર્તિક વદ ૧૪ તા. ૨૪-૧૧-૧૯૫૪ બુધવાર.
જે પણ રેજની માફક આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યા પછી બધે સમુદાય કદાઈઆળ કુવારા થઈ રતનપોળમાં થઈને મેરઈયા પાર્શ્વનાથની ખડકીએ ગયો હતે. અહીં બધા સાથે ચિત્યવંદન કર્યા હતાં. અહીં મૂલ નાયક મોરયા પાર્શ્વનાથ, જમણી બાજુ આદીશ્વર
ભગવાન અને ડાબી બાજુ મહાવીર સ્વામી ભગવાન છે. પાષાણુના ૧૪ અને ૨૨ સર્વ ધાતના પ્રતિમાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com