________________
હારે નીકળવું જોઈએ. આમ વિચારી સબુરી પકડી. ગુરૂ શિષ્યને પણ સ્મક સંબંધ હોવાને લીધે વિનયવંત શિષ્ય તે વખતે ગુરૂનું વચન માન્ય કર્યું.
પરંતુ ગુરૂની બુદ્ધિ નિર્મળ થતા સુધીમાં ધર્મસિંહ એકજ નવરા બેસી રહે તેવા નહતા. હેમણે વિચાર્યું કે, ત્યાગી વર્ગને મળતી ફુરસદને સારામાં સારે ઉપયોગ જ્ઞાનવૃદ્ધિનાં સાધન ઉભાં કરવાથી થઈ શકે. મુખથી અપાતે ઉપદેશ એકજ વખત કામ લાગે અને તે પણ એકજ જગાના થોડા માણસોને કામ લાગે, પરંતુ લખાયેલો ઉપદેશ સર્વ જગાના માણસને અનેક વખત કામ લાગી શકે. એમ વિચારી હેમણે ગણધરે ગુંથેલા સિદ્ધાંત પર ટબ ભરવાનું કામ શરૂ કર્યું, કે જેથી સૂત્રો સમજવાનું કામ સહેલું થઈ પડે.
એમણે સત્તાવીસ સૂત્રના રબા પૂરેપૂરા લખી કહાડયા. એ ટબા એવા તે સંક્ષેપમાં પણ ખુબીથી લખાયેલા છે કે આજે હેના આધારે જ સાધુએ શાસ્ત્ર શખે છે અને વ્યાખ્યાન સંભળાવે છે. આજે પંજાબ કે હાં ગુજરાતી ભાષા કઈ જાણતું નથી હાં પણ એ ટબા દ્વારા મુનિઓ શાસ્ત્રનું જાણપણું કરે છે. આખા હિંદમાં એ ટબાને ઉપગ થાય છે. ગુજરાતી ભાષાની ગરજ મારવાડી અને પંજાબી તેમજ મહારાષ્ટ્રીયને પાડનાર કોઈ હોય તો તે આ વિદ્વાન ધર્મસિંહજી જ છે.
દિવસ ઉપર દિવસ વ્યતીત થવા લેયા પરંતુ ધર્મસિંહના ગુરૂવર્ય પિતાની સાહ્યબીથી ધરાયા નહિ અને શુદ્ધ ચારિત્ર પાળવાને કટીબદ્ધ થઈ શક્યા નહિ. છેવટે ધર્મસિંહની પણ ધીરજ કસોટી ઉપર આવી અને હેમણે ગુરૂને કહ્યું, “ આપની ઈચ્છા મુજબ હે સબુરી પકડી, હવે આપણે બન્ને અગર બન્નેનો જેમ ન બને તે મહારે એકલાએ શુદ્ધ ધર્મ પાળવા–પરૂપવા માટે મેદાનમાં નીકળી જ પડવું એ છે નિશ્ચય કર્યો છે; કારણ પુરૂષ કહે છે કે “વાય વરતા રતિઃ
દના વલ્લભ ! હમે જુએ છે તેમ મહારાથી વૈભવ છોડાય તેમ નથી, પરંતુ હારા રણથી હમને હમારૂં શ્રેય કરતાં અટકાવવા એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com