SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર ) પાળનારા સાધુજી થયા. પરંતુ હેમાં પણ પછીથી ગોટાળા થવા લાગ્યું. પરિગ્રહ અને આરંભ સમારંભ સાધુમાં દાખલ થયો અને છેવટે તે એટલી હદ સુધી વધી ગયો કે “સાધુ” અને “ગરજી” એવા બે વર્ગ જૂદા થવાની જરૂર પડી. એટલે કે શુદ્ધ ચારિત્રને ઉપદેશ કરનાર લોકશાહના નામથી જે ગચ્છ ચાલતો હતો હેમાં શિથિલાચારી યતિઓ કાયમ રહ્યા ( અને યતિને વંશ વધવા લાગ્યો ) અને સંવત ૧૮૬૫ માંધર્મસિંહનામના તથા સંવત ૧૬૨ માં લવજીનામનાએમબેસમર્થ પુરૂષેએ સાધુપણું અંગિકાર કરીને સાધુ અનુયાયીઓ બનાવ્યા.આ પ્રમાણે આ વખતથી ચતુર્વિધ સંધને બદલે પંચવિધ' સંધબન્યો, અર્થાત્ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એવાં સંઘનાં ચાર અંગમાં “યતિ” અથવા “અર્ધ સાધુ” ને વર્ગ ઉમેરાયે. આ યતિઓ પૈસા રાખતા, વાહન રાખતા, છત્ર ચમ્મર વગેરે સાહ્યબી રાખતા અને ઉપદેશ પણ દેતા; જો કે પરિગ્રહધારી માણસે ઉપદેશ દે તે માટે હું પિતે કાંઈ વધે સમજતો જ નથી; કારણ કે જેમ તદન નિર્વધ ઉપદેશના કરણહાર પંચમહાવ્રતધારી મુનિઓની જરૂર છે જેમ તદ્દન આચાર વિચારથી ભ્રષ્ટ થયેલા લોકો માટે ધર્મ તેમજ વ્યહવારને ઉપદેશ કરનાર એક ખાસ વર્ગ પણ જરૂર છે. સંસારીઓ-શ્રાવક તે કામ ઉપાડી લેવા તૈયાર નહોતા એવા વખતમાં યતિ વર્ગે તે કામ ઉપાડી લીધું તે ખુશ થવા જેવું છે. અને એ કામ માટે હેમને ગુજરાન જેટલું દ્રવ્ય પણ જોઈએ જ. પરંતુ એટલી હદે ન રહેતાં આ વર્ગમાં પરિગ્રહને લોભ બેહદ વધવા લાગ્ય, ઈન્દ્રિયજન્ય સુખો અને સાહ્યબી વધી ગઈ અને પિતાનું અસલ “મિશન”—પવિત્ર પિતા લોકાશાહનું ફરમાન તેઓના સ્મરણમાંથી જ ગેબ થયું. આત્મિક ઉપદેશ કરના. રના માથામાં પાટીઆ અને સુગંધીની હેક જોઈને તથા થોડે દૂર જતી વખતે પણ હેને માણસની ગરદન પર લધાયેલી પાલખીમાં બેઠેલે જોઇને હેને શ્રેતા વર્ગ જ છે ખ્યાલ કરે એ વિચારવું સહેલું છે. એક સ્કુલ માસ્તર, એક પત્રકાર, એક વક્તા, એક ફેસર ગમે તેવો ભભકો મારે તેથી હેને ઉપદેશ સાંભળનારને હેના તરફ તિરસ્કાર આવશે નહિ; પરંતુ શરીરને ક્ષણભંગુર સ્વભાવ, પિસાને અન્યાયત્પાદક સ્વભાવ અને આત્માને આનં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy