________________
( ૪ ). કરવા માંડયા અને લોકશાહે હેમના યોગ્ય ખુલાસા કર્યા. છેવટે તે સંપવીઓએ મૂર્તિ પૂજા શાસ્ત્રોક્ત છે કે કેમ એ સમ્બન્ધમાં લંકાસાહને અભિપ્રાય જાણવા ઈછયું, જહેના જવાબમાં હેમણે કેટલીક સાદી વાતો જણવી. આ હાન પુરતકમાં ચર્ચા કરવાને ઈરાદે ન હોવા છતાં, હવે મળેલી અનેક પ્રતિમાં લોકશાહના મોંમાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે હેને ટુંક સાર અત્રે આપવો રહને ઉચીત લાગે છે. તે પ્રમાં જણાવ્યા મુજબ શ્રી નું લેકશાહ તે સંધવ એ પ્રત્યે જવાબ આપે છે કે –
(૧) ભગવાને આચારાંગ, સુગડાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, ભગવતી વગેરે સિદ્ધાંતોમાં કઈ જગાએ કહ્યું નથી કે સાધુએ કે શ્રાવકે પ્રતિમાને માનવી.-પૂજવી કે હેને પગે લાગવું, તેમ એમ કરવાનું ફળ પણ કોઈ જગાએ કહ્યું નથી.
( ૨ ) રાજગૃહી, ચંપા, હસ્તીનાપુરી, દ્વારિકા, સાવરથી, તુંગીયા, અયોધ્યા, વનિતા, મથુરાં વગેરે ઘણું નગરીઓ સિદ્ધાંતમાં વર્ણવી છે, હેમાં યક્ષ અને ભૂતના દેરાનું વર્ણન આપ્યું છે પરંતુ કોઈ જગાએ તીર્થકરના દેરાની કે પ્રતિમાની વાત આવતી નથી. જે ખરેખર જૈનદેવની પ્રતિમા કે દેરાસર હેત તો હેનું વર્ણન પણ ( યક્ષને દેવળની માફક ) આપ્યા વગર રહેત નહિ.
( ૩ ) ઘણું શ્રાવકોનું વૃત્તાંત સૂત્રોમાં આપ્યું છે. હેમાં પરદેશી રાજાએ દાનશાળા મંડાવ્યા, શ્રેણીક રાજાએ અમાર પડે વજગ્યાને, શ્રી કૃષ્ણ ધર્મદલાલી કરીને હજારો પુરૂને દિક્ષા અપાવરાવ્યાને, એવો એ અધિકાર ચાલે છે. પણ એ સૂત્રોમાં કોઈ રથળે કોઈ શ્રાવકે દેર કરાવ્યાને–પ્રતિમા સ્થાપાને-સંધ કરાયાને અધિકાર ચાલ્યો નથી.
સંખપખલી, ઉદાઈરાજા, અરણક, આણંદજી જેવા ઘણા ઉત્તમ શ્રાવ તથા શ્રાવકાઓને અધિકાર ચાલ્યો છે પણ હેમના ઇતિહાસમાં કોઈ સ્થળે જૈન મૂર્તિ પૂજ્યાને અધિકાર આવતા નથી. હા, તેઓએ સુપાત્ર દાન દીધાં છે, આદમ ચદસ પાખીના પિષધ કર્યા છે-અગીઆર પડિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com