SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪) ૪ સમુદાયવાળાઓ ૨૨ સમુદાયથી પ્રથક હેવા છતાં તેઓ સંપ” ખાતર પિતાને બાવીસ સમુદાયના કહેવડાવતા જાણવામાં આવ્યા છે. આ જે કઈ પંઝાબમાં સાંભળવામાં–જોવામાં આવ્યું એ પરથી લખ્યું છે, પરંતુ હજી અને આ સંબંધમાં ઘણું શક છે, કે જે શકનું સમાધાન આવી ઘણએક જગથી મળતી હકીકત જાહેરમાં મુકી ચર્ચવાથી જ થઈ શકશે, એમ હું ધારું છું. અને તેથી જ આ હકીકત જાહેરમાં મુકું છું. કહેવાની જરૂર નથી કે ઐતિહાસિક શોધખોળ માટે આ હકીકત પ્રગટ કરવામાં આવી છે, અને સાચા–જુઠા કે પહેલા–પછી કરાવવા માટે નહિ જ; અને એટલા માટે આશા રાખવામાં આવે છે કે કોઈ સાધુજી અગર શ્રાવકજી આથી નારાજ થશે નહિ પરંતુ પોતપોતાની માન્યતા ( બને ત્યહાં સુધી આધાર સહિત ) સ્વચ્છ દસ્કતથી મહને લખી મોકલવા કૃપા કરશે કે જેથી ઘણું પ્રતિ એકઠી થવાથી વધારે ભરેસાપાત્ર ઇતિહાસ બની શકે. અમારા સાધુઓનું એ કર્તવ્ય છે કે પિતાના ધર્મના ઇતિહાસના સંબંધમાં ગફલત ન થવા દેવી જોઈએ. એતિહાસિક શોધ એ અવલ દરજે તે સાધુઓનું જ કર્તવ્ય છે–એ એમના જ ઘર ની વાત છે અને પિતાનું ઘર પિતે સંભાળવું જોઈએ જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy