________________
આમુખ.
ભક્તિને મારચે ભડ કેક ગમે; રણસંગ્રામે પદ કેક પે.
જે ભગત. આ નાના લેખને પ્રસ્તાવના શાની હોય? પણ આ લેખ રૂપક-પૂર્ણ હેઈને બે શબ્દો કહેવાની જરૂર છે, અને તે સાક્ષરરત્ન શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવના શબ્દોમાં જ કહું.
આ પ્રકારની આધ્યાત્મિક અર્થપદ્ધતિ કલકલ્પિત છે એમ કોઈ કહેશે. પરંતુ એમ કહેનારને એટલું ધ્યાનમાં લેવા વિનતિ છે કેનિક્તકાર યાસ્કમુનિની પણ અગાઉ એ અર્થપદ્ધતિ પ્રચલિત હતી. છેક બ્રાહ્મણ, ઉપનિષદુ, મહાભારત, ભગવદ્દગીતા વગેરે ગ્રંથમાં પણ એ મળે છે. પુરાણમાં “દેવાસુર સંગ્રામ' એ મુખ્ય વર્ણનને વિષય છે, તેમાં દેવ અને અસુર એ આપણી શુભ અને અશુભ વૃત્તિઓના રૂપક છે એ તે સર્વવિદિત છે; પણ એ દેવાસુર સંગ્રામની વિશેષ હકીક્તમાં ઊતરતાં કેટલોક વધારે ઝીણો બોધ મળી શકે છે, જે વિચારવા જેવું છે. વૃત્ર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ એ આવરણરૂપ અજ્ઞાન અને જીવાત્મા વચ્ચેનું યુદ્ધ છે. સ્વાર્થ ત્યાગ ( દધીચરૂષિ ) વિના પાપ ( વૃત્ર)ને નાશ સંભવ નથી; એટલું જ નહિ પણ વિશેષમાં, ઇંદ્ર ( જીવાત્મા–સ્યન્તુ, ઇન્દુ ઉપરથી, જેના ઉપરથી વળી “ઇન્દ્રિય’ શબ્દ પણ થયું છે) “વિષ્ણુ” (પરમાત્મા વિ ધાતુ ઉપરથી) ના સામર્થ થકી જ “ વૃત્ર દૈત્ય ' (-ખંડ-કકડે કર, અને ફુ-આચ્છાદન કરવું ઉપરથી ખંડ–દૈતબુદ્ધિ-જન્ય આવરણરૂપ અજ્ઞાન પા૫વાત ) ને સંહાર કરવા શક્તિમાન થાય છે. કારણ સ્પષ્ટ છે. આત્મામાં કંઈ પણ બ્રહ્મભાવ પ્રકટે ત્યારે જ એ
અજ્ઞાન-પાપ-ઉપર જય મેળવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com