________________
અહીં એક ખુલાસે જાહેર કરવા ઈચ્છું છું કે આ અનુભવપૂર્ણ વાણીનું સમગ્ર રહસ્ય હું પામેલ છું અને તે વાચકને આપવાને તૈયાર થયે છું એવું મનાવવાને હું જરાપણુ ધાર્ણય કરતા નથી. સ્વર્ગસ્થ સાક્ષર કવિશ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ એક ૫દમાં કહેવું છે કે –
કઈ સંત વિરલે જાણિયું, ભાઈ એ વાતું છે ઝેણિયું
જ્ઞાની ઝઘડે ગોથા ખાતાં, સુખે શિવપદ સાધિયું-કેઈ૦ એ રહસ્ય આત્મજ્ઞાની જ અનુભવી શકે છે અને સર્વ હૃદયને લેખન કે વ્યાખ્યાનથી આત્મજ્ઞાની બનાવી શકવાનું સંભવતું નથી, તથાપિ આ ઉપક્રમ કરવાનું મુખ્ય પ્રયોજન એટલું જ છે કે આ લેખ વાંચી તેના કેઈ મધુર સર્વને આસ્વાદ કરી કઈ એકાદ વાચક પણ પરમાત્મદ્રષ્ટિ પામશે.
આ આશા રાખીને અને એ દ્રષ્ટિ વધારે ચાખી કરવાના સાધનરૂપે આ ટૂંક લેખ પ્રકટ કરવા પ્રેરાયો છું.
વળી આ પુસ્તકની પૂર્ણતા અથે સદ્દગત પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રના આ વિષયને પુષ્ટિકારક પત્ર અને કાવ્યો દાખલ કર્યો છે. તે માટે “શ્રી પરમકૃત પ્રભાવક મંડળ”ને આભારી છું.
રંગે પૂરવામાં મારી ભૂલ લાગે તે લેખન-કળાના નિષ્ણાત મને માફ કરશે અને વાચકને, જે પ લાગે તેને આસ્વાદ કરી સ્વાત્માને ઉન્નત કરવાને તત્પર થવા વિનતિ કરી વિરમું છું.
અક્ષયતૃતીયા !
મંગલેછુક સેવક, વિ. સં ૧૯૮૯
અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ભાયાણુ હરિલાલ જીવરાજભાઈ