________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
હવે છેલ્લા લોભ કષાય સંબંધી શ્રીવીરપ્રભુએ કહ્યું છે તે લક્ષપૂર્વક વિચારે. તેને અર્થ એ છે કે વૃત્તિનું ગૃદ્ધિપણું. પ્રાપ્ત વસ્તુ માટે મૂછ અને પ્રાપ્ત વસ્તુ માટે તૃષ્ણ-શંખના. લાભના ઘણા પ્રકાર છે. અહીં તે સંક્ષેપથી કહેશું. પ્રભુશ્રી શ્રીઉત્તરાધ્યયનસૂત્રના નમિ રાજર્ષિ–અધિકારે લોભ વિષે કહેતાં ઉપદેશ છે કેसुवण्णरुपस्स उ पव्वया भवे,
सिमा हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि,
इच्छा हुमागाससमा अणंतिभा ॥ અર્થાત-સુવર્ણ અને પાના કદાચિત મેરુપર્વત જેવા જ અસંખ્ય પર્વતે મળ્યા હોય તે પણ તે વડે લેભી પુરુષને કાંઈપણ પ્તિ થતી નથી; કારણ કે મનુષ્યની ઈચ્છા આકાશ જેવડી અનંત-અપાર હેય છે.
न सहस्राद्भवेतुष्टि-न लचान च कोटितः। न राज्यानैव देवत्वा-बेन्द्रत्वादपि देहिनाम् ॥
અથ–પ્રાણીઓને હજારથી તુષ્ટિ થવાની નથી, લાખથી થતી નથી, કટિથી થતી નથી, રાજ્ય પ્રાપ્ત થવાથી થતી નથી, દેવપણું પ્રાપ્ત થવાથી થતી નથી, તેમજ ઇન્દ્રપણું પ્રાપ્ત થવાથી પણ તુષ્ટિ થતી નથી.
માટે સમગ્ર પૃથ્વી, સમગ્ર ધાન્ય, તથા સર્વ પશુઓ સહિત તમામ સુવર્ણ–એ સમસ્ત વસ્તુઓ પણ એક જીવની તૃપ્તિ માટે સંપૂર્ણ થતી નથી, એવું સમજીને આત્મ-સંયમ, ઈચ્છાનિરોધરૂપ તપને આચર એજ એગ્ય છે તેમ કરવાથી નિઃસ્પૃહીપણું પ્રાપ્ત થવાને લીધે ઈચ્છાની પૂર્ણતા થવાને સંભવ છે. આ પ્રમાણે
હેવાથી સંતોષ જ મનુષ્યની આકાંક્ષાને પૂર્ણ કરવામાં સમર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com