________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
૪૩
જબ અંતર મદ અભાવ વહાવે, તબ ત્રિભુવન નાથ કહાવે.
અર્થાત-જયારે અંતરથી મદ, માન, અહંકારને દૂર કરી આત્મા અંતરમાં ઊતરી જાય ત્યારે જ તે આત્મા ત્રણ ભુવનને નાથ તીર્થકર પ્રભુ થાય છે કહેવાય છે, જે પ્રભુના પગના તળિયાં ચેસઠ ઇન્દ્રો આવીને ચાટે છે.
વળી તે તીર્થંકર-પદનું માહાઓ તે જુઓ ! જડના પણ પલટા થઈ જાય છે, એટલે કે શ્રી પ્રભુ જ્યારે ચાલે છે ત્યારે કાંટાઓ ઊંધે મુખે થઈ જાય છે, ખાડ હોય ત્યાં પાજ થઇને સપાટ જમીન થઈ જાય છે. આ બધો પ્રતાપ તે પૂર્વ ભવની નિર્માની દશાને જ છે.
તદુપરાંત તે પ્રભુએની માતાને પણ ધન્ય છે, કેમકે શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહે છે કે “જ્યારે માતા પ્રભુને જન્મ આપે છે ત્યારે ઈન્દ્ર મહારાજા આવીને કહે છે કે સામરિપુ તે રાિ િગwવવા વગેરે.
અર્થાત્ તીર્થંકર પ્રભુ જેવા રત્નને કૂખમાં ધારણ કરનારી, જગતછના સર્વ ભાવને પ્રકાશવાવડે દીવા સમાન પ્રદીપની નારી! તને પ્રથમ નમસ્કાર છે.
આ બધે મહિમા નિરભિમાનપણાને છે. અપમાન સહન કરવું, નિરભિમાની થવું એ આત્માનો સ્વભાવ છે, એમ જે સમજે તેમજ યથાતથ્ય વર્તે તે ત્રિભુવનપતિ થાય.
બે કવાયના સ્વરૂપ સંબંધી કહ્યા પછી હવે ત્રીજ માયા કષાય સંબંધી પ્રભુએ જે દેશનાદ્વારા કહ્યું છે તે સાંભળવિચાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com