________________
| રમા વીરસ્ય ભૂષણ | શ્રી પર્યુષણ-ક્ષમાપના.
મંગલાચરણ
મહતવ મહનીય મહ, મહાધામ ગુણધામ;
ચિદાનંદ પરમાત્મા, વંદો રમતારામ. संबुज्झहा जन्तवो ! माणुसतं, दर्दु भयं बालिसेणं अलम्भो। एगन्तदुक्खे जरिए व लोए, सकम्मुणा विपरियासुवेइ ।।
ભાવાર્થ-હે છે! તમે સમ્યફપ્રકારે બૂઝે; ધર્મપ્રાપ્તિને અતિ દુર્લભ જાણુને બૂઝે ધર્મ વિમુખને મનુષ્યપણું પ્રાપ્ત થવું મહાદુર્લભ છે એમ જાણીને તથા નરકાદિ દુર્ગતિના તીવ્ર દુઃખના અનેક ભયો દેખીને પણ ખૂ; અજ્ઞાનીને સદસદ્ વિવેક પામ અલભ્ય છે તે કારણથી પણ બૂઝે; અથવા તે આ લેકને વરાક્રાંત જીવની માફક એકાંત દુઃખી દેખીને પણ બૂઝે અને સર્વ જીવ પિતાના કર્મો કરી સંસારમાં વિપર્યાસપણું પ્રાપ્ત કરે છે તેને વિચાર કરીને પણ બૂઝે.
સજજને!આજનો મંગલ દિવસ–પવિત્ર દિવસ પર્યુષણ કહેવાય છે. પર્યુષણ પરમાર્થ એ થાય છે કે આત્મા જે અનંતકાળથી પરભાવમાં-રાગદ્વેષમાં જોડાઈ રહ્યો છે તેને મિથ્યાનંદ મૂકીને સમસ્ત પ્રકારે સ્વભાવમાં-આત્મધર્મમાં-આત્માનંદમાં રહેવું.
મૃગાપુત્ર જેવાને તે નિરંતર પર્યુષણ જ છે, કેમકે તેમનો આત્મા રાત્રિદિવસ જડ-ચૈતન્યની વહેંચણના ઉપયોગમાં રત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com