________________
નિવેદન.
કાઠિયાવાડના કેહિનૂરરૂપ પૂજ્ય આત્માથી મુનિ મહારાજ શ્રી કાનજીસ્વામીથી કેણ અજાણ્યું છે! તેમના ભાવવાહી વ્યાખ્યાને હદયને સ્પર્શતાં જીવને સત્ય કર્તવ્યપરાયણતાનું ભાન કરાવે છે તે સે કેઈશ્રોતાએ અનુભવ્યું છે. આવા વ્યાખ્યાનની પ્રસાદી માટે અનેક ભાવિક જનની માંગણીઓ આવે છે. તેઓશ્રીના વ્યાખ્યાનના સારરૂપ વચનામૃત “શ્રી જૈન પ્રકાશ'માં શ્રી વીર વાણી' શીર્ષક નીચે બહુશ છપાયા છે. કેટલાક ઉસુક બંધુઓ તે વાણીને હિન્દી અનુવાદ કરવાની રજા માંગે છે. આવી જન-ઉત્સુક્તાથી આકર્ષાઈ તેઓશ્રીનું આખું વ્યાખ્યાન ઝીલવાનું મન થયું અને તે ઝીલવાને પ્રસંગ સ્વર્ગસ્થ દાનવીર શેઠ શ્રી દેવીદાસભાઇ લક્ષ્મીચંદભાઈ ધેવરિયાના પ્રેમાળ આમંત્રણને આભારી છે. તે માટે તેમને ઉપકાર માની સમાજના ચરણે આ કર્તવ્યસૂચક, કાર્ય-કારણ પ્રતિપાદક, આત્મસાધનદશક વ્યાખ્યાન ધરું છું; આ વ્યાખ્યાન સૈને સત્યમાર્ગે હદય-પલટામાં ઉપયેગી-અનુકૂળ થાઓ તેવી ભાવના ભાવી વિરમું છું.
આમાં રહેલી ત્રુટીઓની જવાબદારી મારા ઉપર છે અને તે માટે વાચકેની ક્ષમા યાચું છું. સુજ્ઞ જને તે સપ્રેમ સૂચવી આભારી કરશે તેવી આશા રાખત
સંસેવક,
હરિલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com