________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
રમ
જ્ઞાન, અનંતજ્ઞાન, યુદ્ધ ચૈતન્યજ્ઞાન, પૂર્ણ અનુભવજ્ઞાન, આત્મજ્ઞાન, ત્રિકાળજ્ઞાન, ભાન્તિરહિતજ્ઞાન, પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન, અવાચજ્ઞાન, અલૈકિકજ્ઞાન, શબ્દાતીતજ્ઞાન, અક્ષરાતીતજ્ઞાન, ઈશ્વરી જ્ઞાન, અવિરુદ્ધજ્ઞાન, અખંડ આત્માનુભવજ્ઞાન વગેરે. કેવળજ્ઞાન-અખંડ આત્મજ્ઞાન એ વિશ્વવ્યાપક વસ્તુ છે. કાલેકનાવિશ્વ અને તેની પેલી પારના સર્વ ભાવે કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. સર્વ ભાવે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છે; કેવળજ્ઞાન એ જ સંપૂર્ણ જ્ઞાન હોવાથી કેવળજ્ઞાનથી બહાર કાંઈ નથી જ. સવ કેવળજ્ઞાનમાં-આત્માના અખંડ અનુભવજ્ઞાનમાં જ છે. આવા પુરુષ માટે ઉપાધ્યાય શ્રી યશવિજ્યજી મહારાજે શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે –
ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानंदपूर्णेन, पूर्ण जगदवक्ष्यते ॥ શબ્દાર્થ –નાનાદિરૂપ આત્માની લક્ષ્મીથી થતાં સુખમાં મગ્ન અને સત, ચિત્ત અને આનંદપૂર્ણ પુરુષને અખિલ જગત્ લીલાવડે આસક્ત-સ્વગુણવિલાસમાં રમણ હેય તેમ પૂર્ણ દેખાય છે.
હવે તો તે આત્માના અખંડ અનુભવી પુરુષ જન્મ અને મૃત્યુના સકલ ભયાથી મુક્ત થાય છે. કેવળ આત્માનંદ પૂર્ણ બની રહે છે
અખંડ આત્માનુભવીરૂપ મહાવીરના પ્રશસ્ત રાગરૂપ ગૌતમ પ્રથમ સેવક છે. પ્રશસ્ત રાગયુકત મનરૂપ ગોતમ ગણધર અખંડ આત્માનુભવીના પહેલી પંક્તિના શિષ્ય હોય છે. મૈતમરૂપ ગણધર કે ગણપતિમાં રાગ–પ્રશસ્ત રાગ હોય ત્યાં સુધી વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે અને તે કંઈ કલ્પિત છે એમ નહિ પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. જગતના જ્ઞાનને લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન છે એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે છે.
શ્રીમદ્ રાજચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com