________________
શ્રી અધ્યાત્મ મહાવીર
સિદ્ધ અર્થો તરફ સાધકનું લક્ષ જતું જ નથી. આથી જ્ઞાનવૃત્તિ ઉચ કક્ષાને પામે છે, કારણ કે શેય પોતે જ છે એ અનુભવ થવા માંડે છે.
અંતત્તિરૂપ ક્ષત્રિયકુંડગ્રામને સર્વ વ્યવહાર વધતા આનંદરૂપ નંદિવર્ધનવડે જ ચાલે છે. વાસ્તવિક રીતે તે સાધના સર્વ ભય દૂર થાય છે. એટલે તે દ્રવ્ય અને ભાવથી કેવલ નિજ સ્વરૂપે રમે છે અને પર સ્વરૂપથી મુક્ત થાય છે–આનું નામ તે દીક્ષા; અને તે અશોક વૃક્ષના નીચે, એટલે કે યેગીના સર્વ શેકો દૂર થાય છે તથા સર્વત્ર આત્માનંદ અનુભવાય છે. મનને આત્માનંદમાં વિલય તે મન:પર્યવજ્ઞાન. આ સમયે સાધકમાં પૂર્ણ જાગૃતિ હોવાથી મનના દરેકે દરેક વિચારો તે દષ્ટા હોય છે. સર્વ સિદ્ધિઓ આવા યેગીની હજુરમાં રહે છે છતાંએ
ગીને તેની દરકાર જ હોતી નથી. સર્વ સિદ્ધિઓ ભેગીને વ્યંતરના વળગાડ જેવી લાગે છે માટે જ શ્રી મહાવીર પ્રભુ સાથે સિદ્ધાર્થ વ્યંતર રહેતો હતો એમ કહેલ છે.
મહાન સાધક-ગીરૂપ શ્રી મહાવીર પ્રભુને પણ પૂર્વ સંસ્કારવશાત્ કોઈ સમયે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારની વાસનારૂપ શયત્રયો દુઃખ આપવા તૈયાર થાય છે એટલે કે શૂલપાણિ યક્ષ દુઃખ આપે છે પણ મહાન સાધકે તેને ગણકારતા નથી એટલે કે સ્ત્રશલ્યત્રય ઉપર સાધક-મહાવીર વિજય મેળવે છે.
આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે* દ્રવ્ય શલ્યમાંહી રહ્યા, એક ભવે દુ:ખદાય રે;
ભાવશલ્ય રાખ્યાં થકાં, ભવ ભવમેં દુઃખ થાય રેશલ્ય કેઈમત રાખજે.
મુનિશ્રી જયમલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com