________________
મુંબઈ કાર્તિક વદ ૧૧ મંગળ. ૧૯૫૬.
જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન,
સુપ્રતિતપણે બન્ને જેને સમજાય છે; સવરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર,
અથવા તે ફેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિર્મથને પંથ ભવનંતનો ઉપાય છે
(૨) દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
(૩) જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કાં, રાગ-દ્વેષ અણુહેતુ.
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com