________________
: ૧૩ :
મુંબઈ. માહ સુદ ૪ વિ. ૧૨.
ॐ सद्गुरुप्रसाद. જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
સર્વ દુઃખથી મુક્ત થવાને સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુ દેવને નિરંતર આશ્રય અવશ્ય કરવા ગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ છાએ કરવી યેગ્ય છે.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાજે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણ સર્વ હાથની કહપના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપજે કર એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com