________________
૭૦
તે વફાદાર પત્ની કે માતાપિતા પ્રત્યે પ્રેમ રાખનારી દીકરી હતી. અને કેઈ સ્ત્રી દુઃખી કે સંતાન વિહેણી હોય તે આગળના કેઈ ભવમાં તે ઈર્ષાળુ પત્ની કે કૂર માતા હશે. જે કન્યા સાથે તમે લગ્ન કરવાની આશા રાખેલી પણ કન્યાના માબાપે તમારે ઈન્કાર કર્યો કારણ કે કઈ ભવમાં તમે લગ્નનું વચન આપ્યું હશે અને પછી તમે પોતે જ તેડયું હશે. કેઈનું બાળક મૃત્યુ પામે તે ભારે દુઃખદ છે; પરંતુ કેઈ ભવમાં જ્યાં પ્રેમ આપવાની અનિવાર્ય અગત્ય હતી ત્યાં પ્રેમ આપવાનો ઈન્કાર કર્યો હશે. અકસ્માતથી તમે પાંગળા બની જાઓ અને જીવન નિર્વાહ કરે કપ બને પણ કઈ ભવમાં તમે બીજાને શરીરની ઇજા પહોંચાડી હશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com