________________
વ્યાકત ક્રૂર, નિર્દય અને અન્ય જીવોને હાનિ કરે છે. આનું કારણ શું?
એક વ્યક્તિ હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, વગેરે આચરે છે અને ધનસંપત્તિને સંચય કરવામાં રાચે છે, ત્યારે બીજી વ્યક્તિ અન્ય પ્રાણીઓનાં દુઃખ દૂર કરવામાં, સત્ય બોલવામાં અન્યનું કંઈ પણ અપહરણ ન કરવામાં તથા સદાચાર પાલનમાં, પરસ્ત્રીને માતા, બેન, પુત્રીરૂપે માનવામાં તથા ધનસંપત્તિ દ્વારા પરોપકાર કરવામાં રાચે છે. આનું કારણ શું?
કઈ સ્વભાવે જ ક્રોધી, માની, માયાવી અને લેભી હોય છે ત્યારે કઈ સ્વભાવે જ શાંત, નમ્ર, સરલ અને સંતોષી હોય છે. કેઈ ખાઉધરે, ડરપોક, અતિવિષયી, પરસ્ત્રીલંપટ, સ્વછંદી, દુરાચારી અને અત્યંત કૃપશુધનસંચય કરવાની સંજ્ઞાવાળો હોય છે. આનું કારણ શું?
કેઈ સ્વભાવે જ દાતા, ઉદારદિલ, સદાચારી, તૃષ્ણ-આસક્તિથી મુક્ત અને સદ્દવિચાર યુક્ત, સદ્ભાવનાશીલ હોય છે. આનું કારણ શું ? એકનું સર્બધ તરફ દિલ ખેંચાય છે. એકનું દુરાચાર તરફ મન વળે છે. આનું કારણ શું ?
માતાપિતા સંસ્કારી, દયાળુ, ઉદારદિલ હેવા છતાં તેમની સંતતિ તેનાથી વિપરીત ગુણ ધરાવનારી થાય છે. વળી માતાપિતા ધર્મભાવનાવિહેણાં હોવા છતાં તેમની સંતતિ સંસ્કારી, પરમાથી, ધર્મભાવનાયુક્ત બને છે. આનું કારણ શું ?
એકની અભિરુચિ પુણ્ય કાર્ય, પવિત્ર કાર્ય, પરોપકારનાં કાર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com