________________
કo
ડો. જે. પિલ વિલિયમ્સ The Yale Review પત્રમાં જણાવે છે:
ઘણું મનુષ્ય આત્માને માનતા નથી એટલે પરભવને ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે જીવ માત્ર રાસાયણિક પ્રક્રિયા છે.
જે મને પૂછે તે હું કહીશ કે આત્મા અનુભવી શકાય છે માટે તેઓએ આત્મા માનવો જોઈએ. શું હું પતે, મારું કુટુંબ, મારા મિત્રો માત્ર રાસાયણિક પ્રકિયા છીએ?
આ પ્રશ્નને પ્રત્યુત્તર જોઈતા હોય તે ઉત્સાહથી ફૂટબોલ રમતાં છોકરાંઓને જુઓ, પ્રેમીની આંખમાં જુઓ, શેકસપીઅર વાંચે અને તેથી તમારામાં થતી અસરને જુઓ.
કેટલાક વિજ્ઞાનિકો એમ માને છે કે આત્મા નથી માટે એમ વિચાર કર્યા વિના માની લેવું એ ગ્ય નથી. બીજા કેટલાક એવા જ પ્રખ્યાત વિજ્ઞાનિકે આત્મા છે એમ સ્વીકારે છે.
આત્મા નથી એમ માનવું અવૈજ્ઞાનિક છે.
આત્મા અતીન્દ્રિય છે, સૂક્ષ્મ છે. અતીન્દ્રિય પદાર્થ જડ વિજ્ઞાનનાં સ્થૂલ સાધનોથી પુરવાર થઈ શકે નહિ. આત્માની સિદ્ધિ વિજ્ઞાનથી નહિ, તત્ત્વજ્ઞાનથી શક્ય છે”
આત્મા ન હોય તે માત્ર રાસાયણિક પ્રક્રિયા વડે, અણુ - પરમાણુનું પૂતળું ઈલિયડ કે ઓડિસી અથવા રામાયણ કે મહાભારત જેવું શ્રેષ્ઠ સાહિત્યસર્જન થઈ શકે? આણુ અને વિશ્વને એક તંતુએ બાંધતે સાપેક્ષવાદને સિદ્ધાંત Principle of Relativity કે અન્ય પૃથ્વી પર જનારું સ્કૂટનિક શૈલી શકે? ઈજીપ્તના પિરામિડ કે દેલવાડાનાં મંદિરે જેવું
અદ્ભુત સ્થાપત્ય સર્જી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com