________________
૩૮
વગર, એકબીજા જોડેના કોઈ સબંધ વગર, આત્મા જેવુ કાઈ તત્ત્વ તેના કેન્દ્રમાં હાયા વગર વિચાર કરે છે, લાગણીઓ કરે છે, ઈચ્છાઓ કરે છે. તમે આ કલ્પી શકા છે?
તેઓ કહે છે કે આત્મા’ કે ‘સ્વત્વ’ (self) ભ્રમણા માત્ર છે. અને આ ભ્રમણાએ જ પોતે ભ્રમણા છે એવુ શેાધી કાઢયુ છે.
ચારે બાજુ સૂક્ષ્મના ભાગે સ્થૂળને મહત્ત્વ અપાઈ રહ્યુ છે. તેઓ કહે છે કે તમારી ઇંદ્રિયો ઉપર વિશ્વાસ રાખા, વિચાર ઉપર નહિ. તમારા તર્ક ઉપર વિશ્વાસ રાખા, અંતઃપ્રેરણા ઉપર નહિ.
આત્માનું શાધૃતપણુ સ્વીકારા. જીવનના અર્થ બદલાઇ જશે.
માનવીની ગણવાની, માપવાની, તાલવાની (ઇંદ્રિયોની) આવડતને તમે રાજિસંહાસન ઉપર બેસાડી છે, બીજી અનેક સૂક્ષ્મ શકિતની તમે અવગણના કરી છે.
પણ કોણે કહ્યું તમને કે પ્રકૃતિએ આવી સીમારેખા દોરી છે? આ તમે કયાંથી શીખ્યા ?
પ્રકૃતિએ જો આપણને ભ્રમણાત્મક આત્મા આપ્યા છે તે કઈ રીતે તમે ખાતરીથી કહી શકે કે વિશ્વાસ મૂકવા જેવી તર્ક શક્તિ આપી છે ?
તેઓ કહે છે કે જીવવું એ ખરબચડા રસ્તા ઉપરના કપરા પ્રવાસ છે. પરંતુ એવા ખરબચડા રસ્તા જે કયાંય ન લઈ જતા હોય તેના ઉપર ચાલવાને અશે? માત્ર અહીનપણે જીવી નાખવું કેટલુ મૂર્ખાઈભર્યું છે ? જ્યાં કોઈ હેતુ નથી, લક્ષ્ય નથી, કારણુ નથી, પણ માત્ર અતની, મૃત્યુની રાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com