________________
૧૯
હિપ્નેટીઝમ આત્મતત્ત્વ પુરવાર કરે છે
અહીં અમે હિપ્નોટીઝમના વિષયની ચર્ચા કરવા માગતા નથી. હિપ્નોટીઝમ એટલે સમેાહન શું છે? તેની અસર શાથી છે ? કયા સૂક્ષ્મ નિયમે તેની પાછળ કામ કરે છે? તેના ભિન્ન ભિન્ન સ્ટેજીસ–ભૂમિકાઓ કઈ છે? બાહ્ય મન અને આંતરમન શુ છે ? પરિસ્થિતિ અને પદાર્થો ઉપર વિચારશક્તિની શી અસર છે? Mind over Matter જડ પદાર્થોં ઉપર ચૈતન્ય કઈ રીતે, શી શી અસરો કરી શકે ?
અને આ બધુ જાણીને આપણા જીવનમાં સુંદર પરિવ`ન આપણે કઈ રીતે લાવી શકીએ ? આ સમજણુથી કુટેવા દૂર કઈ રીતે થઈ શકે ? સુયેાગ્ય સંસ્કાર કઈ રીતે પાડી શકાય ? જીવનમાં સુખ અને શાંતિ કઈ રીતે અનુભવી શકાય ? પ્રાપ્ત થયેલું માનવ જીવન સાર્થક કઈ રીતે બને ? આ વિસ્તાર અલગ લેખન માગે છે.
અહીં અમે જે વીગતા આપી છે તે અંદર રહેલી આત્મશક્તિના સંકેત માત્ર છે.
હિપ્નોટીઝમ સ ંમેાહન દરમિયાન એવી સૂચનાઓ આપવામાં આવે કે સ ંમેાહનમાંથી બહાર નીકળ્યા પછી નિશ્ચિત સમયે તે તે સૂચના પ્રમાણે કરવાનું હાય, તેને Post Hypnotic Suggestions કહે છે.
એવી સૂચના આપવામાં આવી હાય કે ખીજે દિવસે સવારે દશ વાગ્યે તે વ્યક્તિ ૪૫ મિનિટ સુધી ચાલશે; પછી ઘરમાં આવી છત્રી લેશે અને છત્રી ઉઘાડી ઘરમાં ત્રણ આંટા મારશે.
બીજે દિવસે તે વ્યક્તિ બરાબર દશ વાગ્યે બધું કામ મૂકી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat