________________
૧૧
થયેલુ માનુ છું. જે મનુષ્ય મૃત્યુ પછીના આત્માના અસ્તિત્વને રવીકારતા નથી અને તેના પુરાવાઓમાં ઊંડે ઊતરવા માગતા નથી તે કાં તે અજ્ઞાની છે અથવા નૈતિક રીતે કાયર છે. આ વિષયમાં આવા મનુષ્ય સાથે હું કાઈ જ દલીલ કે ચર્ચા કરીશ નહિ કારણ કે આ વિષયમાં તે કઈ જ જાણતા નથી.”
"The Facts of psychic Science and Philosophy' અતીન્દ્રિય વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની હકીકતા' નામના પોતાના ગ્રંથમાં એ. કેમ્પબેલ હામ્સ સુંદર રીતે કહે છે, “જો મૃત્યુ પછીના આત્માના અસ્તિત્વની માન્યતા જગતમાં ફેલાય અને દૃઢ બને તેા આ પૃથ્વી ઉપરના થાડાં વરસેાના જીવનના વળાંક બદલાઇ જાય અને જીવન જીવવાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન આવે. આજે જે ધન અને સત્તાની તૃષ્ણા, ભાગની લાલસા, મોટા કહેવરાવવાની હીન વૃત્તિ દેખાય છે તે ઓછાં થઈ જાય અને સનું તથા પોતાનુ વિશેષ ભલુ, હિત, કલ્યાણ કેમ થઈ શકે એ ભાવ આવે.”
અતીન્દ્રિય વિજ્ઞાનના પ્રયાગા તમે ધારો ત્યારે શકય નથી; ફરી તેનુ પુનરાવર્તન કરીએ ત્યારે થઈ શકતુ નથી.
વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માનું અસ્તિત્વ પ્રયોગશાળામાં પુરવાર કરવાનું અને તેને અનુસરતા પુરાવા મળે તા સ્વીકારવાનુ સહેલું નથી. વરસેાથી મનમાં ઊંડી ઊતરેલી જડવાદની માન્યતાએ આડે આવે છે. પશ્ચિમની ભાગની વૃત્તિ આ માન્યતાના સ્વીકાર કરતાં અસ્વીકાર પ્રત્યે ખેંચી જાય છે.
આત્માની સિદ્ધિ કર્મોની સિદ્ધિ લાવે છે અને કર્મીની સિદ્ધિ પુનર્જન્મની સિદ્ધિ લાવે છે. પછી તેા જીવનમાં ધર્મની અનિવાર્ય અગત્ય આવીને ઊભી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com