________________
૧૩૬
ઓસરી ગયું હોય એવું તેને લાગે છે. અને એવે વખતે પોતાની દેખભાળ વધુ લેવાય, પિતાનું મહત્ત્વ જળવાઈ રહે એ માટે તે અજાગૃતપણે બાળપણની ટેવને આશરો લે છે. માબાપે બાળક પર ખૂબ વહાલ વરસાવી તેને એ ઠસાવવાને ઘણે પ્રયત્ન કર્યો કે એ તેમને જરાયે દવલું નથી અને એનું સ્થાન તેમનાં હૃદયમાં ઊંચું જ છે, પણ આની કશી અસર ન થઈ
છેવટે છોકરાને માનસ-ચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યું. એક વરસ સુધી ચિકિત્સા ચાલી, પણ કાંઈ પરિણામ ન આવ્યું. ત્યાર પછી પાંચ વર્ષ સુધી રોજ રાતે બાળક પથારી ભીનું કરતું હતું. માબાપે બીજા કેટલાયે જાણીતા નિષ્ણાતની સલાહ લીધી અને ઉપચાર કરી જોયા પણ નિષ્ફળ. છેકરે આઠ વર્ષનો થયે તે પણ ટેવ તે ચાલુ જ રહી. ફરી એક વાર માનસચિકિત્સકની મદદ લેવાનું માબાપે નક્કી કર્યું. વળી બે વધુ વર્ષે સારવાર ચાલી. બાળકના સામાન્ય વિકાસમાં તેનાથી ફાયદો થ, પણ તેની પથારી ભીની કરવાની ટેવ તે ચાલુ જ રહી. તે દસ વર્ષને થયે પણ ચિકિત્સાનું કેઈ પરિણામ આવતું ન લાગ્યું. સારવાર બંધ કરવામાં આવી.
છોકરે અગિયાર વર્ષને થયે ત્યારે એલ્ગર કેઈસી વિશે માબાપને જાણવા મળ્યું. તેમણે પિતાના દીકરાના કિસ્સામાં “રીડિંગ મેળવવાનો નિર્ણય કર્યો. વિવરણ નીચે મુજબ આવ્યું?
આ પહેલાના જન્મમાં કરે શરૂઆતના યુરિટન કાળમાં પાદરી હતે. સ્ત્રીઓને ડાકણ માની તેમના પર મુકદ્દમે ચલાવવામાં આવતું ત્યારે તેમને સજા કરવામાં તે મુખ્ય ભાગ ભજવતું હતું. ડાકણ ગણાતી સ્ત્રીઓને એક ટૂલ સાથે બાંધી પાણીમાં ગળકાં ખવરાવવામાં આવતાં.
આ કર્મના ખુલાસા સાથે તેને ઉપાય પણ બતાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com