________________
૭
ભગવાન – આત્મા પ્રત્યક્ષ છે, કારણ કે તેના સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણ સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. જે ગુણીના ગુણે પ્રત્યક્ષ હોય છે તે ગુણ પણ પ્રત્યક્ષ હોય છે. જેમ ઘટ જીવના ગુણે પ્રત્યક્ષ છે, તેમ જીવ પણ પ્રત્યક્ષ છે, ઘટાદિનું પ્રત્યક્ષ પણ તેના રૂપાદિ ગુણની પ્રત્યક્ષતાને લીધે જ છે. તે જ પ્રમાણે જીવનું પ્રત્યક્ષપણું તેના સ્મરણાદિ ગુણની પ્રત્યક્ષતાને કારણે માનવું જ જોઈએ.
ઇન્દ્રભૂતિ – ગુણ પ્રત્યક્ષ હેય તે ભલે તમે ગુણને પ્રત્યક્ષ માને, પણ તેથી ગુણને શી લેવા દેવા?
ભગવાન - ગુણીને લેવાદેવા કેમ નહિ? હું તને પૂછું છું કે ગુણ ગુણથી અભિન્ન છે કે ભિન્ન?
ઈન્દ્રભૂતિ – ગુણોને ગુણીથી અભિન્ન માનીએ તે?
ભગવાન – જે ગુણ ગુણથી અભિન્ન હોય તે ગુણદર્શનથી ગુણનું પણ સાક્ષાત્ દર્શન માનવું જ જોઈએ; એટલે જીવના
સ્મરણાદિ પ્રત્યક્ષ માત્રથી ગુણ જીવને પણ સાક્ષાત્કાર માને જ જોઈએ. જેમ કપડું અને તેને રંગ અભિન્ન હોય તે રંગના ગ્રહણથી કપડાનું પણ ગ્રહણ થઈ જ જાય છે, તેમ મરણાદિ ગુણો જે આત્માથી અભિન્ન હોય તે સ્મરણાદિના પ્રત્યક્ષથી આત્મા પણ પ્રત્યક્ષ થઈ જ જાય છે.
ગુણ-ગુણીને ભેદભેદ ઈન્દ્રભૂતિ - ગુણથી ગુણ ભિન્ન જ છે. આ પક્ષ માનવાથી તે ગુણનું પ્રત્યક્ષ છતાં ગુણીનું પ્રત્યક્ષ નહિ થાય; એટલે આપ આ પક્ષે એમ નહિ કહી શકે કે સ્મરણાદિ ગુણ પ્રત્યક્ષ હોવાથી ગુણી આત્મા પણ પ્રત્યક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com