________________
મધ્યમ માગ - બૌદ્ધ મતે જન્મ, જરા, મરણ એ બધું તે છે, પણ તે બધાંને સ્થાયી કેઈ આધાર પણ છે એમ બૌદ્ધ માનતા નથી. શ્રી ગૌતમ બુદ્ધને ચાર્વાક સંમત દેહાત્મવાદ તે અમાન્ય છે. પણ ઉપનિષદ સંમત સર્વ અંતર્યામી શાશ્વત આત્મા પણ અમાન્ય છે. તેમના મતે આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે એમ પણ નથી અને શરીરથી અભિન્ન છે એમ પણ નથી. તેમને ચાર્વાકસંમત ભૌતિકવાદ એકાંત લાગે છે અને ઉપનિષદોને ફૂટસ્થ આત્મવાદ પણ એકાંત લાગે છે.
બોદ્ધમાં મધ્યમ માર્ગ છે જે “પ્રતીત્યસમુત્પાદવાદી કહેવાય છે એટલે અમુક વસ્તુની અપેક્ષાથી અમુક વસ્તુ ઉત્પન્ન થઈ એવે વાદ કહેવાય છે. બૌદ્ધ મતને ક્ષણિકવાદ પણ કહે છે.
પદર્શન સાંખ્ય-ગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મિમાંસા-ઉત્તર મિમાંસા અને જૈન આ બધાં દર્શને આત્માને અનાદિ માને છે.
જૈન દર્શન તથા પૂર્વ મિમાંસા-દર્શનનો ભટ્ટપક્ષ આત્માને પરિણામી નિત્ય માને છે, જ્યારે બાકીનાં દર્શને તેને કૂટસ્થ નિત્ય માને છે.
શ્રી શંકરાચાર્યના મતે બ્રા મૂળે એક છતાં અનાદિ અવિદ્યાને કારણે અનેક જીવરૂપે અનુભવવામાં આવે છે. જીવનું આ અજ્ઞાન ટળી જાય તે જીવભાવને બદલે બ્રહ્મભાવ અનુભવાય. તેઓ કેવળ એક અદ્વૈત બ્રા–આત્માને જ સત્ય માને છે, બાકીની બધી વસ્તુઓને મિથ્યા માને છે એટલે “કેવલા તવાદ કે “માયાવાદી કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com